Home વ્યાપાર જગત - BUSINESS પાવર, મેટલ અને યુટિલિટીઝ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૦૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી...

પાવર, મેટલ અને યુટિલિટીઝ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૦૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૪.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૦૩૪.૯૫ સામે ૫૯૨૫૬.૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૮૭૬.૩૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૭૮.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૨.૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૪૪૭.૧૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૩૦.૩૫ સામે ૧૭૭૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૫૬.૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૮.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૪.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૯૪.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. યુક્રેન – રશિયા યુદ્વમાં વિરામ નહીં કરીને રશિયાએ યુક્રેન પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હોવા સામે રશિયાએ તેના ગેસનો પુરવઠો ખરીદવા ઈચ્છતા દેશોને રૂબલમાં ચૂકવણી કરવાનો આગ્રહ રાખ્યો હોઈ  યુરોપના દેશોની કફોડી હાલત સામે ભારતને સસ્તું ક્રુડ પૂરું પાડવાના રશિયાના નિર્ણય વચ્ચે એડવાન્ટેજ ઈન્ડિયા બની રહી ફોરેન ફંડોએ લોકલ ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ સાથે શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરી હતી. વૈશ્વિક બજારોમાં સર્જાયેલી ઉથલપાથલમાં અમેરિકી બજારો ઉંચકાયા સામે આજે એશીયા, યુરોપના દેશોના શેરબજારમાં નરમાઈથી વિપરીત ભારતીય શેરબજારોમાં તોફાની તેજી જોવાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની મોનીટરી પોલીસીમાં આજે ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષની પ્રથમ બેઠકમાં રેપો રેટને ૪% પર યથાવત્ રાખ્યો છે, જ્યારે રિવર્સ રેપો રેટમાં ૦.૪૦%નો વધારો કરીને ૩.૭૫% કરવામાં આવ્યો છે. આ સિવાય RBIએ નાણાકીય વર્ષ૨૦૨૨-૨૩ માટે GDP ગ્રોથના અનુમાનને ૭.૮%થી ઘટાડીને ૭.૨% કર્યું છે, જ્યારે મોંઘવારી દરનું અનુમાન, ૪.૫%થી વધારીને ૫.૭% કરવામાં આવ્યું છે.

શેરબજારમાં કેશ સેગ્મેન્ટમાં આજે લોકલ ફંડોની સાથે ફરી ફોરેન ફંડોની તેજી થતાં અને મહારથીઓ, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી કર્યા સાથે મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, યુટિલિટીઝ, એફએમસીજી અને એનર્જી શેરોમાં તેજીએ બીએસઇ સેન્સેક્સ ૪૧૨ પોઈન્ટની અને નિફટી ફ્યુચર ૧૬૪ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક લેવાલી નોંધાતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૮૫ લાખ કરોડ વધીને રૂ.૨૭૪.૧૦ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૯૩ અને વધનારની સંખ્યા ૧૦૯૨ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, માર્ચ મહિનામાં દુનિયાભરના ઉભરતા બજારોના સ્ટોક્સ અને બોન્ડ્સમાંથી અંદાજીત ૯.૮ અબજ ડોલરનો આઉટફ્લો નોંધાયો છે, જે છેલ્લા ૧૨ મહિનાનો પહેલો આઉટફ્લો છે. રશિયા – યુક્રેન વચ્ચેનું યુદ્ધ, યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ, ક્રૂડ ઓઇલ, મેટલ, અનાજના ભાવમાં અતિશય ઉછાળાના પરિણામે ફુગાવો વધવાની આશંકાઓના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાની કોરોના મહામારીમાંથી રિકવરીની ગતિ ધીમી પડવાની દહેશત જવાબદાર છે. ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ટરનેશનલ ફાઈનાન્સના આંકડા અનુસાર ગત ફેબ્રુઆરી માસમાં ઇમર્જિંગ માર્કેટ્સમાં આશરે ૧૭.૬ અબજ ડોલર અને જાન્યુઆરી માસમાં અંદાજીત ૧.૧ અબજ ડોલરનો ઇનફ્લો નોંધાયો હતો. ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ટરનેશનલ ફાઈનાન્સના માસિક રિપોર્ટ મુજબ, કેલેન્ડર વર્ષ ૨૦૨૨નો પ્રથમ ત્રિમાસિક ગાળો ઇમજગ માર્કેટ માટે વિદેશી રોકાણકારોની વેચવાલી લીધે પીડાદાયક રહ્યો છે, જેમાં માર્ચ મહિનામાં સૌથી વધારે આઉટફ્લો ચીનમાં જોવા મળ્યો છે.

ગત મહિને વિદેશી રોકાણકારો ચીનના બોન્ડ માર્કેટમાંથી ૧૧.૨ અબજ ડોલર અને ઇક્વિટી માર્કેટમાંથી ૬.૩ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યુ છે, જ્યારે ચીન સિવાયના અન્ય ઉભરતા બજારોના ડેટ સેગમેન્ટમાં ૮.૨ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યુ છે જ્યારે ઇક્વિટી સેગમેન્ટમાં ૪૦ કરોડ ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો છે. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) ક્ષેત્ર જેમાં અમેરિકા, યુકે, જાપાન અને ઓસ્ટ્રેસિયા સામેલ છે, ત્યાં ફુગાવો ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે ૭.૭% વધીને વર્ષ ૧૯૯૦ પછીની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલની વધતી કિંમતોના લીધે આ સમૂહના દેશો પર મોંઘવારીનું દબાણ વધ્યુ છે તેમાં ખાદ્યાન્નની વધતી કિંમતોએ પરિસ્થિતિને વધુ વણસાવી દીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field