Home ગુજરાત પાર્ટીના કાર્યકર્તા ઘંટી ચાટે..અને અધિકારીઓને આટો…..!!!?

પાર્ટીના કાર્યકર્તા ઘંટી ચાટે..અને અધિકારીઓને આટો…..!!!?

934
0

કોંગ્રેસમાંથી આવેલાને મંત્રી પદ અને વર્ષોથી કુટાતા પાર્ટીના કાર્યકર્તાઓને…..????

(જી.એન.એસ. હર્ષદ કામદાર) તા.30
ભાજપ સરકારે ઔડા સહિતના ૮ મહાનગરો ના શહેરી સત્તામંડળ માં ભાજપના નેતાઓ ને ચેરમેન તરીકે મૂકવાને બદલે જે તે મહાનગરો ના મ્યુનિસિપલ કમિશ્નર ને ચેરમેન બનાવી દીધા છે. ભાજપમાં જે નેતાઓ આ સતામંડળ માં ચેરમેન બનવાની આશા રાખી રહ્યા હતા તેમની હાલત એવી થઇ કે તેમની આગળ લટકાવેલું ગાજર પણ સરકારે લઇ લીધું અને લોકસભાની ચૂંટણી માં લોકોની ભીડ એક્ઠી કરવાની મજુરી કરવી પડશે. દીકરા મોટો થા , પછી પરણાવીશું એવી હાલત કેટલાક નેતાઓ ની થઇ હોવાનું ભાજપને વર્તુળોમાં થી જાણવા મળે છે.
વર્તુળો એ જણાવ્યું કે ગુજરાતમાં મોદી રાજ વખતે વર્ષો સુધી બોર્ડ નિગમોમાં કાર્યકરો ની નિમણુંકો થઇ નહોતી. સુરેન્દ્ર પટેલ ઔડા ના ચેરમેન હતા તો તેમને ખસેડી લેવાયા હતા અને સત્તામંડળ કે બોર્ડ નિગમમાં કમલેશ પટેલની આજદિન સુધી એક જ જગ્યાએ નિમણુક છે. ભાજપ માં કેટલાય નેતાઓ વર્ષોથી કામ કરે છે એ આશાએ કે કોઈ બોર્ડ નિગમ કે ઔડા –ગુડા માં પદ મળશે. પરંતુ રૂપાણી સરકારે એવા નેતાઓ ની આશા પર નર્મદાનું આવેલું નવું પાણી ફેરવતા જાહેર કર્યું કે તમામ શહેરી ઓથોરીટી માં પાર્ટીના કોઈ નેતા નહિ પણ જે તે મહાનગરો ના મ્યુનિસીપલ કમિશ્નર ચેરમેન તરીકે ફરજ બજાવશે.
ભાજપના વર્તુળો કહે છે કે મ્યુનિસિપલ કમિશ્નરો મહાનગરો ના રોજબરોજ ના કામકાજમાંથી નવરાં પડતા નથી ત્યાં એમને આ વધારાની જવાબદારી આપવાની ક્યા જરૂર હતી. ભાજપ માં ચેરમન ને લાયક એવા કેટલાય ભણ્યા ગણ્યા નેતાઓ છે. તેમનો ઉપયોગ કરવો જોઈએ. શું આ નેતાઓએ માત્ર જાહેરસભા માટે લોકોને લાવવા લઇ જવાનું જ કામ કરવાનું છે. કોગ્રેસમાંથી આવેલા ને કલાકોમાં કેબીનેટ મંત્રી પદ મળે અને વર્ષોથી કુટાતા ને ચેરમેનપદ પણ નહિ. આવું ક્યા સુધી ચાલશે એ મ પણ વર્તુળો એ કહ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાર્દિકને મળવા ગયા તો…“સમન્સ નહીં સીધા શૂટઆઉટ”..!!!?”
Next articleમુખ્યમંત્રી રૂપાણીનું ભોપાળુ કે પછી અધિકારીઓએ અંધારામાં રાખ્યા..?