(જી.એન.એસ.,કાર્તિક જાની),તા.7
બેટી બચાવોના નારા લગાવતી સરકરમાં ગુંડાઓ બન્યા બેખોફ.રૂપાણી સરકારમાં દિવસે ને દિવસ લુખ્ખાગીરીએ માજા મૂકી છે.તે વાત સ્પષ્ટ થતી જણાય છે.ગુજરાતનો કોઈ એવો જિલ્લો નહીં હોય કે જયાં એક અઠવાડિયું શાંતિ પ્રિય રીતે જતું હોય.ગુજરાતમાં આજ કાલ સન સની ઘટનાઓ ઘણા પ્રમાણમાં બનતી જોવા મળી રહી છે. છતાં પણ રૂપાણી સરકાર અને તંત્ર ઘોર નિંદ્રામાં જ છે.ગુજરાતમાં આજ કાલ ખૂની ખેલ થતા વધારે જોવાં મળી રહયા છે.આ સરકારમાં ગુંડાઓ એટલા ફાલ્યા ફુલ્યા છે કે તેમને કાયદાનો ડર જ નથી.ગઈકાલે અમદાવાદના મેઘાણીનગરમાં જે ઘટના બની તે જોઈ તો એવું લાગી રહ્યું છે કે આ સરકારમાં નિર્દોષ લોકો પીલાઈ રહયા છે.કેમ કે મેઘાણીનાગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 20 દિવસની બાળકીની હત્યા કરી દેવામાં આવી.સરકાર એક બાજુ બુમો પાડે છે કે બેટી બચાવો,એક બાજુ સરકાર નારી શશક્તિકરણની વાતો કરે છે.ત્યારે આ જ સરકારમાં હવે સ્ત્રીઓ પણ સુરક્ષિત નથી કેમ કે થોડા દિવસ અગાઉ જ ભાજપના ધારાસભ્ય દ્વારા જાહેર રસ્તા ઉપર મહિલાને ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો.ગુજરાત પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહયા છે.કેમ કે ઘણી એવી જગ્યાઓ છે કે જયાં ગુંડાઓ ઉપર જ પોલીસના આશીર્વાદ હોય છે.
આના કારણે પણ ગુંડાઓની ગુંડાગીરી વધી હોય તેવી વાતો વહેતી થઈ છે.ત્યારે સવાલ એ છે કે પ્રજાનો રક્ષક જ જો ભક્ષક બનશે તો પ્રજા કોની પાસે ફરિયાદ કરવા જશે.? થોડા દિવસ અગાઉ જ ગુજરાતના ડી.જી સાહેબે હુકમ કર્યો છે કે જ્યાં પણ દારૂ,જુગાર ચાલતો હોય ત્યાં રેડ કરવામાં આવે.આ એક કામગીરી તો સારી જ છે.પરંતુ અસામાજિક તત્વોને પણ સબક શીખવાડવામાં આવે અને કાયદાનું ભાન કરાવવામાં આવે તો લુખ્ખાગીરી તેમજ લૂંટફાટ જેવા બનતા ગુનાઓ ઉપર રોક આવી જશે. જો સરકાર હજુ કોઈ કડક પગલા નહીં ભરે તો બિહાર જેવી હાલત ગુજરાતની થાય એમાં કોઈ નવાઈ નહીં.અત્યારે હાલ પણ એવા જિલ્લા છે કે જયાં બહેન દીકરીઓ રાત્રિના સમયમાં બહાર નીકળી શકતા નથી.શુ આ સરકાર આને વિકાસ કહે છે.? હા એ વાત સાચી છે કે ગુજરાતમાં કોઈ સલામત નથી.કાયદો અને વ્યવસ્તા કથળી છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.રૂપાણી સરકારમાં ભલે કોઈ બીજો વિકાસ થયો હોય કે ના થયો હોય પણ કૌભાંડો તેમજ લુખ્ખાગીરીનો વિકાસ તો જરૂર થયો જ છે.સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે ઘણા ઈમાનદાર પોલીસ અધિકારીઓને નિષ્ઠાથી કામ કરવું હોય છે. પણ સરકારના દબાણના કારણે પોલીસ અધિકારીઓ કોઈ નક્કર પગલાં ભરી નથી શકતા.અને તેના કારણે જ આવા લુખ્ખા તત્વો ને કાયદાનો કે પોલીસનો ડર રહ્યો નથી.દેશનું શાંતિ પ્રિય રાજય ગુજરાત તેમજ ગાંધીના ગુજરાતમાં રોજ બરોજ હત્યા, રેપ,લૂંટ,તેમજ ચોરીઓ જેવી ઘટનાઓ વધી રહી છે. છતાં પણ રૂપાણી સરકાર કેમ મોંન છે.? શુ આગામી વિધાનસભા સત્રમાં આ વિશે કોઈ નક્કર પગલા લેવાનો કોઈ તખ્તો બનાવાશે? કે પછી આમને આમ રૂપાણી સરકાર તમાશા જ જોતી રહશે…?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.