Home ગુજરાત પાટણ યુનિવર્સિટીના કન્વેસન હોલ માંજાયન્ટ ગ્રુપના પૂર્વ પ્રમુખના જન્મદિન નિમિતે કોમેડી નાટક...

પાટણ યુનિવર્સિટીના કન્વેસન હોલ માંજાયન્ટ ગ્રુપના પૂર્વ પ્રમુખના જન્મદિન નિમિતે કોમેડી નાટક યોજાયું

33
0

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટ્સ પાટણ ગ્રુપ ના પુર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર મનોજભાઈ કે પટેલ ના જન્મદિનની નિમિતે તથા સેવાકીય પ્રવૃત્તી ના લાભાર્થે સુપર કોમેડી અને પરિવાર સાથે જોવા લાયક શૈલેષગોર પ્રસુતુત, ઈમ્તિયાઝ પટેલ લિખિત, અજિત ગોર નિર્મિત, વહુ હાઈ-ફાઈ, સાસુ વાઈ-ફાઈ નાટકનું યુનિવર્સીટી કન્વેનશન હોલ માં પાટણ ના નામાંકિત સભ્યોથી ભરચક હોલમાં આયોજન કર્યું હતું. કોમેડી નાટકમાં સાસુના રોલમાં કોમેડી ક્વિન લેડી અમિતાભ પ્રતિમા ટી દ્વારા ભરચક 800 સીટમાં બેઠેલા પાટણના સન્માનીય પ્રેક્ષકો ને પેટ પકડીને હસાવેલ અને મધ્યમ વર્ગના પરિવારે અને તેમની વહુવોને અત્યાર સમયમાં કેવા ખર્ચા કરવા અને મેનેજમેન્ટ સાથે જીવન જીવવાનો એક સરસ મેસેજ આપ્યો હતો.

આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના ચેરમેન વી કે પટેલ અને તેમની ટીમ, વાઇસ ચેરમેન ઈશ્વરભાઈ એન પટેલ , બેબા શેઠ, શ્રી નિયામક ભરતભાઈ જોષી, શૈલેષભાઇ પટેલ ઇ સી મેમ્બર,દરેક સંસ્થાના વડા એવા મુકેશભાઇ દેસાઈ,અને સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના વડાઓ, જાયન્ટ્સ પરિવારના સભ્યો ,અને જાયન્ટ્સ પાટણ પરિવાર ને સહયોગ કરતા દરેક દાતા ના પરિવાર થી સમગ્ર હોલ ભરચક ભરાઈ ગયેલ અને નાટક નો આનંદ મેળવેલ, અને જાયન્ટ્સ પાટણ પરિવાર ને અભિનંદન પાઠવેલ, સદર નાટકના આયોજનમાં પ્રોજેકટ ચેરમેન સત્યેનભાઈ ગુપ્તા, મનોજભાઈ કે પટેલ,જાયન્ટ્સ પાટણ સહેલી પ્રમુખ ભાવનાબેન પટેલ ,પ્રહલાદભાઈ એ પટેલ, ગોપાલસિંહ રાજપુત,મંત્રી પ્રહલાદભાઈ પટેલ,સાહેલી મંત્રી આશાબેન ખમાર ,ખજાનચી નૈમેષભાઈ ગાંધી, દિલોપભાઈ ઠક્કર,કીર્તિભાઈ દરજી ,રાજુભાઇ પી પટેલ,ઉજ્જવલ પટેલ,સુનિલભાઈ ગોસાઈ , જાયન્ટ્સ પાટણ પરિવાર ના દરેક મિત્રોએ જહેમત ઉઠાવેલ.પ્રમુખ નટવરભાઈ દરજી એ મહેમાનો ને આવકારેલ અને આભાર વીધી કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગરમાં યુવતીના ફોટા પાડતા બે શખ્સોને રોકતા બબાલ, બે વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો
Next articleધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પોસ્ટલ સોસાયટી ખાતે નવ નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું