પાટણ સહિત વિવિધ વિસ્તારો-શહેરો-ગામોમાં અત્યારે વિવિધ ઓનલાઇન માર્કેટીંગ પદ્ધતિનો વ્યાપ વધ્યો છે. લોકો હવે ઓનલાઇન ખરીદી કરવા પર ભાર મૂકતા જાય છે. ક્યારેક આવી ઓનલાઇન ખરીદીના ઓર્ડર આપતી વખતે ગ્રાહકો અથવા કંપનીથી કોઇ ભૂલો થતી હોય છે, જેનાં કારણે ગ્રાહકોના ઓનલાઇન પેમેન્ટના નાણાં બીજે ક્યાંક સલવાઇ જાય છે. તો ક્યારેક ગ્રાહકના ઓર્ડર પ્રમાણેનો માલ જેવી વસ્તુ જે તે ગ્રાહકને યોગ્ય રીતે મળતો નથી અથવા તો ભળતો માલ મળી જાય છે, તો ક્યારેક ઓનલાઇન છેતરપિંડીથી ઘટનાઓ પણ બનતી રહે છે.
આવી બાબતોથી પાટણના ગ્રાહકો જે ખાસ કરીને ઓનલાઇન ખરીદી અને પૈસાની ચૂકવણી પર ખાસ ભાર મૂકે છે. તેવાઓના આવા વ્યવહારો કરતી વખતે કોઇ ભૂલ થાય કે, છેતરાયાની અનુભૂતિ થાય તો તેઓએ જાગૃતિ દાખવીને તેઓ હેલ્પલાઇન કે સત્તાવાર વેબસાઇટ દ્વારા જે તે માર્કેટીંગ કંપનીનો સંપર્ક કરને તેનો ઉકેલ મેળવી શકે છે.
તે અંગેની જાણકારી આપવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે એમેઝોન કંપનીના યુવાન ડ્રામા કલાકારોએ આજે પાટણમાં જાહેરમાં અભિનય સાથે લોકોને તેની જાગૃતિ આપી હતી. આ યુવાન-યુવતિઓએ જાનવરોના મહોરાં ધારણ કરીને સંવાદ અદાયગી કરી હતી. જેને સાંભળવા જોવા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.