Home દુનિયા - WORLD પાક. યુટ્યુબર સાથે ત્યાના નાગરિકોએ વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ખુબ પ્રસંશા કરી

પાક. યુટ્યુબર સાથે ત્યાના નાગરિકોએ વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ખુબ પ્રસંશા કરી

23
0

પાકિસ્તાનના એક યુટ્યુબર થી વાતચીત દરમિયાન ત્યાના નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ખુબ પ્રસંશા કરી હતી. અત્યારે આ વાતચીતનો વીડિયો ભારત અને પાકિસ્તાનમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. સના અહમદ નામની યુટ્યુબરે આ વીડિયો પોતાની ચેનલમાં અપલોડ કર્યો છે. યુ ટ્યુબ ચેનલ સાથે વાત કરતા પાકિસ્તાની નાગરિકો કહ્યું હતું કે, અમે પ્રાર્થના કરીએ છીએ કે, પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવો પ્રધાનમંત્રી મળે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે પાકિસ્તાની નાગરિકને વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાતચીતમાં પાકિસ્તાની નાગરિકે યુટ્યુબરને કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી સાથે મિત્રતા કરવામાંથી તેના દેશની હાલત સુધરી શકે છે. આ પાકિસ્તાની નાગરિકે પોતાની વાતમાં જણાવ્યું કે, પહેલો વીડિયો વાયરલ થયા પછી ઘણા લોકોએ કહ્યું કે, પાકિસ્તાની હોવાની આવું ના કહેવું જોઈએ. પરંતુ તેણે જોર લાગવી કહ્યું કે, તે હજુ પણ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરવાના વલણ પર કાયમ છે.

પાકિસ્તાની નાગરિકે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી પોતાના દેશેને છેલ્લા આઠ વર્ષોમાં ઘણો આગળ લઈ ગયા છે. તેણે કહ્યું કે, પહેલા પાકિસ્તાન અને ભારતની સરખામણી કરવામાં આવતી હતી. પરંતુ હવે સમાનતા કરવી શક્ય નથી. ભારતીયો વિદેશમાં પણ સારૂ એવુ કામ કરી રહ્યા છે. તેણે કહ્યું કે, પીએમ મોદી પોતાની દેશ માટે કામ કરી રહ્યા છે. ભારતીય નાગરિકોના હિત માટે પ્રધાનમંત્રીએ અમેરિકાની નારાજગી હોવા છતા પણ રશિયા પાસેથી તેલ ખરીદ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અત્યારે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટ અને ભારે મોંઘવારીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આના પર પાકિસ્તાની નાગરિકે કહ્યું કે, જો વિભાજન ન થયું હોત તો પાકિસ્તાનીઓને પણ સસ્તું અનાજ અને ઈંધણ મળી શક્યું હોત. પાકિસ્તાની નાગરિકે વધુંમા કહ્યું કે, ‘હું પીએમ મોદીને પસંદ કરું છું, હું તેમને પ્રેમ કરું છું.’ તેણે કહ્યું કે, પાકિસ્તાનને નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો અને પરવેઝ મુશર્રફ નથી જોઈતા પરંતુ મોદી જોઈએ છે. આ સાથે સાથે તેણે વધુમાં કહ્યું કે, તે ઈચ્છે છે કે, પાકિસ્તાન ભારતની જેમ સારા કામ કરે. આ પહેલા પણ આ પાકિસ્તાની નાગરિકનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. આ પછી યુટ્યુબરે શનિવારે વધુ એક વીડિયો શેર કર્યો. આ વીડિયોને ખાલી 5 કલાકની અંદર જ 50 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતુર્કી અને સીરિયામાં આલિશાન મહેલોમાં રહેતા લોકો 19 દિવસથી બગીચામાં રહેવા મજબૂર
Next articleદિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાક જવાની ફીરાંકમાં ફરતા ૨ આતંકીઓની ધરપકડ કરી