Home રમત-ગમત Sports પાકિસ્તાને મોહમ્મદ રિઝવાનની વિકેટનો મુદ્દો ICC સામે ઉઠાવ્યો

પાકિસ્તાને મોહમ્મદ રિઝવાનની વિકેટનો મુદ્દો ICC સામે ઉઠાવ્યો

35
0

પાકિસ્તાનની બીજી ઈનિંગ દરમિયાન વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને કેચ આઉટ થયા બાદ પાકિસ્તાન હાર્યું

(જી.એન.એસ),તા.૩૦

પાકિસ્તાનની ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને ત્યાં તેમની સાથે શું થયું તે કોઈનાથી છુપાયેલ નથી. ટેસ્ટ મેચમાં હાર સિવાય બીજી પણ એક ઘટના અબની છે જેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મેમ્બર્સ સ્વીકારી શક્યા નથી અને હવે ICCને ફરિયાદ કરવાની વાત કરી રહ્યા છે. મેલબોર્નમાં બીજી ટેસ્ટ હાર્યા બાદ સિરીઝ જીતવાની પાકિસ્તાનની આશા ખતમ થતાં જ તેમણે મોહમ્મદ રિઝવાનની વિકેટ અંગે અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. પાકિસ્તાન એ સ્વીકારવા તૈયાર નથી કે રિઝવાન આઉટ થયો હતો અને હવે તે આ વિકેટનો મુદ્દો ICC સામે ઉઠાવવા જઈ રહ્યું છે..

મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસે પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને જે રીતે આઉટ કરવામાં આવ્યો હતો તેના પર PCBને વાંધો છે. ઝકા અશરફે ટીમના કોચ સાથે વાત કરીને આ અંગે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. બીજી મેચમાં હાર બાદ પાકિસ્તાન ટીમનો ડાયરેક્ટ મોહમ્મદ હાફીઝ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને અમ્પાયરિંગ અને DRS પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે અમ્પાયરિંગમાં ખામીઓ અને ડીઆરએસ ટેક્નોલોજી માટે અભિશાપ હોવાના કારણે આ પરિણામ આવ્યું છે..

મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસે પાકિસ્તાનની બીજી ઈનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને બોલર પેટ કમિન્સે મોહમ્મદ રિઝવાનની વિકેટ માટે અપીલ કરી જેને ઓનફિલ્ડ અમ્પાયરે નકારી કાઢી હતી. ઓસ્ટ્રેલિયાએ આના પર ડીઆરએસ લીધું, જેના પછી મેદાન પરના અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો. વાસ્તવમાં, આ સમગ્ર ઘટના દરમિયાન રિઝવાન તેના હાથને સ્પર્શ કરતો જોવા મળ્યો હતો. તેણે એવું વર્તન કરવાનું શરૂ કર્યું કે જાણે બોલ તેના બેટ અથવા ગ્લોવ્ઝના કોઈ ભાગને અથડાયો ન હોય. આનાથી ઓનફિલ્ડ અમ્પાયર મૂર્ખ બની ગયા. પરંતુ, જ્યારે થર્ડ અમ્પાયરે ફૂટેજને ધ્યાનથી જોયું તો તેને આખી વાત સમજાઈ ગઈ. ત્યાં જોવામાં આવ્યું કે બોલ રિઝવાનના ગ્લોવ્ઝના પટ્ટાને સ્પર્શી ગયો હતો અને તેને આઉટ આપવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાન હાર મળતા પાકિસ્તાન ટીમના ડિરેક્ટરે DRS-અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા
Next articleપીએમએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કર્યું