Home રમત-ગમત Sports પાકિસ્તાની પ્લેયર હસન અલી બાઉન્ડ્રી પર દર્શકોનું મનોરંજન કર્યાનો વીડિયો વાયરલ

પાકિસ્તાની પ્લેયર હસન અલી બાઉન્ડ્રી પર દર્શકોનું મનોરંજન કર્યાનો વીડિયો વાયરલ

39
0

(જી.એન.એસ),તા.૨૮

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં બીજી ટેસ્ટ મેચ MCG ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 241 રનની લીડ મેળવી હતી. મેચના ત્રીજા દિવસે મેદાન પર રોમાંચક નજારો જોવા મળ્યો હતો. પાકિસ્તાની પ્લેયર હસન અલી બાઉન્ડ્રી પર દર્શકોનું મનોરંજન કરતા જોવા મળ્યો હતો. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  બીજી ઈનિંગની 53મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરી બેટિંગ કરી રહ્યા હતા. ત્યારે પાકિસ્તાનના પ્લેયર હસન અલી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા. હસન અલીએ ફેન્સ સામે ડાન્સ મૂવ્સ શરુ કર્યા, તેની સાથે દર્શકોએ પર ડાન્સ સ્ટેપ્સને ફોલો કર્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 318 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમે ત્રીજા દિવસની રમત સુધીમાં 6 વિકેટના નુકશાન સાથે 187 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ 50 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મિચેલ માર્શ શાનદાર સેન્ચુરી મારતા ચૂકી ગયા હતા. તેણે 130 બોલમાં 96 રન બનાવ્યા હતા. એલેક્સ કેરી 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી શાહીન અફરીદી અને મીર હમ્જાએ શાનદાર બોલિંગ કરી. શાહીને 18.3 ઓવરમાં 58 રન આપીને 3 વિકેટ મેળવી હતી. મીરે 16 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. મીરે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શને આઉટ કર્યો હતો. જ્યારે શાહીને ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાની ખેલાડીની એક ભૂલથી આખી ટીમને 76 રનો નું નુકસાન થયું
Next articleમોહમ્મદ અલી ઝીણા ગુજરાતનાં હિન્દુ લોહાણા ઠક્કર પરિવારના હતાં