(જી.એન.એસ),તા.૨૮
મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાને ખૂબ સસ્તામાં ઓલઆઉટ કરી શક્યું હોત, પરંતુ તેમના જ ખેલાડીની એક ભૂલના કારણે ઓસ્ટ્રેલિયાને બીજી ઈનિંગમાં મોટો સ્કોર કરવામાં સફળતા મળી હતી. જો તે ખેલાડીએ મિચેલ માર્શનો કેચ ન છોડ્યો હોત તો પાકિસ્તાન માટે ટેસ્ટ મેચ જીતવું આસાન બની ગયું હોત. ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 318 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 264 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 54 રનની લીડ સાથે રમવા ઉતરી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે બીજા દાવમાં માત્ર 16 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 46 રન પર પાંચમી વિકેટ ગુમાવી દીધી હોત, પરંતુ આમેર જમાલની ઓવરમાં અબ્દુલ્લા શફીકે મિચેલ માર્શનો કેચ છોડ્યો હતો. માર્શે જમાલના ઓફ સ્ટમ્પની લાઈનમાં પડેલા બોલ પર ડ્રાઈવ રમવાનો પ્રયાસ કરતા બોલ બેટની કિનારી લઈને ફર્સ્ટ સ્લિપમાં શફીક પહેલી સ્લિપમાં પાસે ગયો પરંતુ શફીક કેચ પકડી શક્યો નહીં અને માર્શને જીવનદાન મળ્યું.
અબ્દુલ્લા શફીક આ શ્રેણીમાં સતત કેચ છોડી રહ્યો છે. પ્રથમ મેચમાં તેણે ઉસ્માન ખ્વાજાનો કેચ છોડ્યો હતો. આ સિવાય ડેવિડ વોર્નરને પણ જીવનદાન આપ્યું હતું. જે બાદ બીજી ટેસ્ટમાં તેણે મિચેલ માર્શને જીવનદાન આપ્યું અને તેણે લાંબી ઈનિંગ રમી ઓસ્ટ્રેલિયાને સસ્તામાં આઉટ થવાથી બચાવી લીધી હતી. માર્શનો જ્યારે કેચ છોડ્યો ત્યારે તે માત્ર 20 રન પર હતો. માર્શે તેને મળેલા જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને શાનદાર ઈનિંગ રમી. તેણે અડધી સદી પૂરી કરી અને સ્ટીવ સ્મિથ સાથે સદીની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું. જો શફીકે માર્શનો આ કેચ લીધો હોત તો ઓસ્ટ્રેલિયાની હાલત વધુ ખરાબ થઈ શકી હોત અને ટીમ સસ્તામાં ઓલઆઉટ થઈ શકી હોત.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.