Home દુનિયા - WORLD પાકિસ્તાનમાં ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન માટે સરકારનો નિર્ણય

પાકિસ્તાનમાં ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન માટે સરકારનો નિર્ણય

26
0

સંવેદનશીલ મતવિસ્તારો અને મતદાન મથકો પર સેનાના જવાનોને તૈનાત કરાશે

ચૂંટણી દરમિયાન દેશભરમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લશ્કરી જવાનોને તૈનાત કરવાની માંગ કરી

(જી.એન.એસ),તા.૨૪

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ચારેબાજુ ચૂંટણીનો ધમધમાટ છે. તે દરમિયાન સુરક્ષાને લઈને પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. અહેવાલ છે કે ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે નિયમિત સેનાના જવાનોને તૈનાત કરવામાં આવશે, જેથી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થઈ શકે અને કોઈપણ પ્રકારની હિંસા અટકાવી શકાય. સૈન્ય તૈનાત કરવાનો નિર્ણય કાર્યપાલક વડા પ્રધાન અનવારુલ હક કાકરની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે બેઠકમાં સૈનિકોની તૈનાતીનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠક બાદ જાહેર કરાયેલા નિવેદન અનુસાર ગૃહ મંત્રાલયની ભલામણ પર સરકારે સામાન્ય ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજવા માટે પાકિસ્તાન આર્મી અને સિવિલ સશસ્ત્ર દળના જવાનોની તૈનાતીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે સેનાના જવાનોને સંવેદનશીલ મતવિસ્તારો અને મતદાન મથકો પર તૈનાત કરવામાં આવશે અને દરેક બૂથ પર નજર રાખશે.   પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી દરમિયાન દેશભરમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવાની માંગ કરી હતી. આયોગે સુરક્ષા માટે 277,000 સૈન્ય જવાનોને તૈનાત કરવાની માંગ કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સશસ્ત્ર દળોને બંધારણ હેઠળ સિવિલ એડમિનિસ્ટ્રેશનની સુરક્ષા માટે અથવા સરકાર દ્વારા જરૂરી કોઈપણ અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે તૈનાત કરવામાં આવે છે. આ કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવે છે. સેના પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. સેનાએ પહેલા જ જાહેરાત કરી દીધી છે. સેનાનું કહેવું છે કે દેશ ઉગ્રવાદના વધતા જતા ખતરાનો સામનો કરી રહ્યો છે, તેથી આર્મીના જવાનો ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની મદદ કરવા તૈયાર છે. મહત્વનું છે કે પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ઈમરાન ખાનની પાર્ટી અને નવાઝ શરીફની પાર્ટી મેદાનમાં છે, જો કે કોણ જીતશે તે તો ચૂંટણીના પરિણામમાં જ જોવા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાએ ઈરાન સમર્થિત મિલિશિયા પર વળતો પ્રહાર કર્યો
Next articleબજેટ સત્ર પહેલા સંસદની સુરક્ષા CISF ને સોંપાઈ