Home દુનિયા - WORLD પાકિસ્તાનમાં આ વર્ષે સામાન્ય ચૂંટણી નહીં યોજાય, વિલંબ પાછળ ચૂંટણી પંચે આ...

પાકિસ્તાનમાં આ વર્ષે સામાન્ય ચૂંટણી નહીં યોજાય, વિલંબ પાછળ ચૂંટણી પંચે આ કારણ આપ્યું

14
0

(GNS),01

પાકિસ્તાનના (Pakistan) ચૂંટણી પંચે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં આ વર્ષે સામાન્ય ચૂંટણી (Election) નહીં થાય. ચૂંટણી પંચે પાકિસ્તાનના રાજકીય પક્ષોને ખાતરી આપી છે કે સામાન્ય ચૂંટણી જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના મધ્યમાં યોજવામાં આવશે. ચૂંટણી પંચની આ જાહેરાત બાદ રોકડની કટોકટીનો સામનો કરી રહેલા દેશમાં ચૂંટણી અંગેની આશંકાઓ દૂર થઈ ગઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ ‘ડોન’ અખબારને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, અવામી નેશનલ પાર્ટી (ANP)ના કેટલાક નેતાઓ સામાન્ય ચૂંટણીને લઈને પંચને મળ્યા હતા. બેઠક દરમિયાન જ ચૂંટણી પંચે ANP નેતાઓને જાન્યુઆરીના મધ્યમાં અથવા આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી કરાવવાની ખાતરી આપી છે. આ બેઠકમાં પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજા અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી 9 ઓગસ્ટના રોજ ભંગ કરી દેવામાં આવી હતી. સામાન્ય રીતે જ્યારે દેશની નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે તે 90 દિવસની નિર્ધારિત સમય મર્યાદામાં હોવું જોઈએ. જો કે ચૂંટણી પંચની આ ખાતરી જોતા આ વખતે તે શક્ય જણાતું નથી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નવી ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી ઓગસ્ટના મધ્યમાં અનવર-ઉલ-હકને કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા.

ચૂંટણીમાં વિલંબ થવા પાછળનું કારણ શું? જે જણાવીએ, ચૂંટણી પંચે નવી વસ્તી ગણતરીના આધારે મતવિસ્તારોને નવેસરથી સીમાંકન કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે સામાન્ય ચૂંટણીમાં વિલંબ થઈ રહ્યો છે. ચૂંટણી પંચ સાથેની બેઠક દરમિયાન ANP નેતાઓએ વિનંતી કરી હતી કે જો 90 દિવસમાં ચૂંટણી યોજવી શક્ય ન હોય તો તેમને વધુ વિગતો અને કાર્યક્રમ વિશે જણાવવામાં આવે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ પણ આગામી ચૂંટણીને લઈને અનિશ્ચિતતાનો અંત લાવવા માટે એક દિવસ પહેલા આવી જ માગ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા બાદ હુસૈને કહ્યું કે, ચૂંટણી પંચે તેમને ફેબ્રુઆરીના મધ્યમાં ચૂંટણી કરાવવાની તૈયારીની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે સીમાંકનની પ્રક્રિયા ઝડપી બનાવવાનું આશ્વાસન આપ્યું છે. તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષથી રાજકીય ઉથલપાથલની સ્થિતિ છે. પાકિસ્તાનની એક હાઈકોર્ટે મંગળવારે ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાનને તેમની સજા પર રોક લગાવીને મોટી રાહત આપી હતી, પરંતુ અન્ય એક કેસમાં તેમને અટકાયતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તેથી તેમની ફરી ધરપકડ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલંડનમાં બે પબમાં આગ લાગી, પોલીસે આ આગને શંકાસ્પદ ગણાવી
Next articleકોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને ઘટાડો