પાંડેસરામાં ૫ વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર ૨૬ વર્ષીય આરોપીને કોર્ટે સાત વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દીપેશ દવેએ દલીલો કરી હતી. સમગ્ર કેસમાં પોલીસની સતર્કતાના કારણે આરોપી ઝડપાઈ ગયો હતો. પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૧માં આ વિસ્તારમાં રહેતી ૫ વર્ષની બાળકીને આરોપી ટુંજન કુમાર ઉર્ફે કુંજન ચૌહાણ ચોકલેટની લાલચે બાળકીને રિક્ષામાં બેસાડી રેલવે સ્ટેશન નજીક લઈ ગયો હતો અને અંધારામાં રેલવે લાઈન તરફ લઈ ગયો હતો પરંતુ પોલીસે જાેઈ લેતા અને શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ કરવામાં આવી હતી ફાવવા ઉપરથી પોલીસે જાણી ગઈ હતી કે કંઈક ગડબડ છે અને આરોપીની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.બાદમાં સમગ્ર કેસ કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં સરકાર તરફની દલીલોના આધારે આરોપી ઠેરવવામાં આવ્યો હતો. આરોપી સામે અપહરણ અને પોકસોનો પણ ગુનો નોંધાયો હતો.
આરોપી અગાઉ બાળકી જ્યાં રહેતી હતી એ ચાલી નજીક જ રહેતો હતો પરંતુ તેના પાર્ટનરે તેને ઘરમાં રાખ્યો ન હતો. ઘટના દિવસે આરોપી ફરી ત્યાં આવ્યો હતો અને બાળકીની માતાને જાેઈને તેને શેરડીનો રસ પીવાની ઓફર કરી હતી પરંતુ માતાએ શેરડીનો ગ્લાસ ફેંકી દીધો હતો બાદમાં આરોપી તેની દીકરીને જ ઊંચકી ગયો હતો. લાબતપુરામાં રહેતો આરોપી વિશાલ પટેલ ૨ વર્ષ અગાઉ માન દરવાજામાં રહેતી ૧૬ વર્ષીય કિશોરીને લગ્નની લાલચે ભગાવી ગયો હતો. આરોપી કિશોરીને પોતાના દાદા દાદીને ત્યાં લઈ જઈને ૪ મહિના સુધી અનેક વાર સંબંધ બાંધ્યા હતા.જેમાં આરોપીની ધરપકડ કરાઈ હતી. રેકર્ડ પરના પુરાવાના આધારે કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, આરોપી અગાઉ કિશોરીને ૨ વાર ભગાવી ગયો હતો. આરોપી કિશોરીને કહેતો કે,મારી સાથે નહીં આવે તો હું મરી જઈશ.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.