Home રમત-ગમત Sports પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પુરી થયા બાદ BCCI સેક્રેટરી જય શાહે મોટી...

પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પુરી થયા બાદ BCCI સેક્રેટરી જય શાહે મોટી જાહેરાત કરી

32
0

(જી.એન.એસ),તા.૦૯

મુંબઈ,

ટીમ ઈન્ડિયાએ જેવી જ ધર્મશાલામાં ઈંગ્લેન્ડને પાંચમી ટેસ્ટ મેચમાં ઈનિંગ અને 64 રને હરાવતા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એક મોટો નિર્ણય લીધો છે. જય શાહે કહ્યું કે બીસીસીઆઈ એ ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ટેસ્ટ ક્રિકેટ ઈનસેંટિવ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ ભારતીય ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે મળતી ફીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત એક સિઝનમાં 75 ટકા મેચ રમનાર ખેલાડીને પ્રતિ મેચ 45 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે પ્લેઈંગ-11માં ન હોય તેવા ખેલાડીને 22.5 લાખ રૂપિયા મળશે. ભારતે ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 4-1થી હરાવ્યું છે. આ જીત ત્યારે મળી જ્યારે ભારત પહેલી ટેસ્ટ મેચમાં હારી ગયું હતું. આ સિરીઝમાં ભારતના ઘણા ટોપ ખેલાડીઓ પણ હાજર ન હતા. આ પછી બીસીસીઆઈ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ચોક્કસપણે ખેલાડીઓ ઘણા ખુશ થયા હશે.

આ સ્કીમ મુજબ જે ખેલાડીઓ એક સિઝનમાં ટીમની કુલ ટેસ્ટ મેચોના 75 ટકામાં પ્લેઈંગ-11માં સામેલ થશે તેમને પ્રતિ મેચ 45 લાખ રૂપિયાની કુલ ફી મળશે. જ્યારે 75 ટકા મેચોમાં માત્ર ટીમનો ભાગ હોય તેવા ખેલાડીઓને દરેક મેચ માટે 22.5 લાખ રૂપિયા મળશે. જ્યારે 50 ટકા મેચોમાં પ્લેઈંગ-11નો ભાગ બનેલા ખેલાડીઓને પ્રતિ મેચ કુલ 30 લાખ રૂપિયા મળશે, જ્યારે એટલી જ મેચોમાં ટીમનો ભાગ બનેલા ખેલાડીઓને પ્રતિ મેચ 15 લાખ રૂપિયા મળશે. આનાથી ઓછા સમય માટે આ સ્કીમ લાગુ થશે નહીં. તેને વર્તમાન મેચ ફી મળશે. હાલમાં પ્લેઈંગ-11નો ભાગ બનેલા ખેલાડીઓને મેચ દીઠ 15 લાખ રૂપિયા મળે છે. આને વધુ સરળ રીતે સમજાવતા BCCIએ કહ્યું કે જો ટીમ ઈન્ડિયા એક સિઝનમાં કુલ 9 મેચ રમે છે, તો તેમાંથી 75 ટકા મેચનો નંબર 7 હશે અને આ મેચોમાં પ્લેઈંગ-11માં સામેલ ખેલાડીઓને 45 લાખ રૂપિયા મળશે. જ્યારે પ્લેઈંગ-11માં નહીં હોય તેવા ખેલાડીઓને 22.5 લાખ રૂપિયા મળશે. જો કોઈ ખેલાડી નવ મેચમાંથી 50 ટકા એટલે કે 5-6 મેચોમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11નો ભાગ હોય તો તેને પ્રતિ મેચ 30 લાખ રૂપિયા મળશે અને જે ખેલાડી માત્ર ટીમમાં છે તેને મેચ દીઠ 15 લાખ રૂપિયા મળશે. આનાથી ઓછી હોય તેમને જ જૂની ફી મળશે.

હાલમાં એવું જોવા મળ્યું કે કેટલાક ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટને સંપૂર્ણપણે અવગણીને આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી કારણ કે આઈપીએલમાં ઘણા પૈસા ચૂકવવામાં આવે છે. બીસીસીઆઈએ કદાચ આ બાબતનો સામનો કરવા માટે આ સ્કીમ શરૂ કરી છે. થોડા દિવસો પહેલા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે BCCI ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની મેચ ફી વધારવા પર આગ્રહ કરી રહ્યું છે જેથી આ ટૂર્નામેન્ટને નજરઅંદાજ ન કરી શકાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં અશ્વિને અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો
Next articleવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમે સૌથી ટોચના સ્થાને વધુ મજબૂત કર્યું