Home દેશ - NATIONAL પહેલવાનોના મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી અટકાવી દીધી, CJI એ પહેલવાનો સુનાવણી માટે...

પહેલવાનોના મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી અટકાવી દીધી, CJI એ પહેલવાનો સુનાવણી માટે પહેલા હાઈકોર્ટ જાય

53
0

પહેલવાનોના મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી અટકાવી દીધી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે પહેલવાનો સુનાવણી માટે પહેલા હાઈકોર્ટ જાય. સુનાવણી સમયે સીજેઆઈએ કહ્યું કે અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે યોગ્ય રીતે તપાસ થાય. બીજી બાજુ પહેલવાનોના વકીલે કહ્યું કે પોલીસે ફરિયાદ લેવામાં 3 કલાકનો સમય લીધો. મહિલા પહેલવાનોનો વકીલે કહ્યું કે FIR નોંધાવા છતાં પોલીસે નિવેદન રેકોર્ડ કરવાની જરૂરિયાત સમજી નહીં. કોર્ટમાં સોગંદનામું દાખલ થયા બાદ 6 પીડિતોને 161 હેઠળ નોટિસ મળી છે. વકીલે આરોપ લગાવ્યો કે આરોપી બ્રિજભૂષણ શરણ સિંહ ટીવી સ્ટાર બની ગયા છે. તેઓ સતત મીડિયામાં નિવેદન આપી રહ્યા છે. ફરિયાદકર્તા મહિલા પહેલવાનોની ઓળખ ઉજાગર કરે છે.

સુનાવણીમાં પોલીસ સાથે ઘર્ષણનો પણ ઉલ્લેખ… પહેલવાનોના વકીલે કહ્યું કે કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાઓની ઓળખનો ખુલાસો થવો જોઈએ નહીં. પરંતુ આરોપી સતત ટીવી ઈન્ટરવ્યુમાં તેમના નામ લે છે. જેના પર એસજી તુષાર મહેતાએ ક હ્યું કે ફરિયાદકર્તા પોતે ટીવી ઈન્ટરવ્યુ આપી રહી છે. એસજી તુષાર મહેતાએ બુધવારના ઘટનાગ્રમનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બે નેતા બેડ લઈને ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ થયેલી ઝડપમાં પોલીસકર્મી પણ ઘાયલ થયા.

તપાસ પર ઉઠેલા સવાલના જવાબ… એસજી તુષાર મહેતાએ એમ પણ કહ્યું કે લેડી પોલીસ ઓફિસરની ટીમ તપાસ કરી રહી છે. તેઓ નિષ્પક્ષ થઈને પોતાનું બેસ્ટ કરી રહ્યા છે. વારંવાર અરજીઓ દ્વારા તપાસને પોતાના મનમાફક દિશા આપવાની માંગણી ઠીક નથી. કોર્ટ પોલીસ પર ભરોસો કરી શકે છે. ફરિયાદકર્તાના નિવેદન લેવાયા છે.

સીજેઆઈએ કહી આ વાત… સીજેઆઈએ પણ કહ્યું કે જો અરજીકર્તા કોઈ વધુ ફરિયાદ અને માંગણી સાથે કોર્ટમાં જવા માંગતા હોય તો તેઓ સંબંધિત મેજિસ્ટ્રેટ કે હાઈકોર્ટમાં પોતાની વાત રજૂ કરી શકે છે. અત્રે જણાવાનું કે અરજીકર્તાએ કોર્ટની નિગરાણીમાં તપાસની માંગણી કરી છે. હવે સુપ્રીમ કોર્ટે તેના પર કોઈ આદેશ આપવાની ના પાડી દીધી છે. કોર્ટે કહ્યું કે કોઈ સમસ્યા હોય તો તમે હાઈકોર્ટમાં જઈ શકો છો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરપ્રદેશમાં ગેંગસ્ટર અનિલ દુજાના યૂપી STF ના એનકાઉન્ટરમાં માર્યો ગયો
Next articleવાવાઝોડાનું મોટું જોખમ!, 8મી મેના રોજ થશે આ ફેરફાર,શું થશે આની અસર જાણો