Home મનોરંજન - Entertainment પરિસ્થિતિઓ સામે જીત મેળવતી સંયુક્ત કુટુંબની સફળતા દર્શાવતી ગુજરાતી ફિલ્મ ” વેનીલા...

પરિસ્થિતિઓ સામે જીત મેળવતી સંયુક્ત કુટુંબની સફળતા દર્શાવતી ગુજરાતી ફિલ્મ ” વેનીલા આઈસ્ક્રીમ ” સિનેમાઘરોમાં..

76
0

(જી.એન.એસ)

અમદાવાદ,

     ગુજરાતી ફિલ્મોમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવતા પરિવર્તનો પ્રેક્ષકોને સિનેમાઘરો સુધી લાવવામાં સફળ રહ્યા છે. નવા વિષયો, વાર્તા કહેવાની પધ્ધતિમાં ફેરફાર અને નવી ટેકનોલોજીનો સમન્વય નવી ગુજરાતી ફિલ્મોને રુચિકર બનાવે છે. સામાન્ય ગુજરાતી પરિવારોને સ્પર્શતી હળવી વાર્તાઓની ફિલ્મોનાં દર્શકો તણાવથી ત્રસ્ત જીવનશૈલીને કારણે વધી રહ્યાં છે.

     આવી જ એક ગુજરાતી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ સિનેમાઘરોમાં આવી છે. પરિવારનાં સભ્યોની એક બીજા સાથેની સંવેદના અને મતભેદોને પોતાની આગવી શૈલીમાં લેખક અને નિર્માતા ડો. ધવલ પટેલ, દિગ્દર્શક પ્રીતે ખૂબ સુંદર રીતે પાત્રો સાથે ગોઠવ્યા છે.  હળવું હાસ્ય, પરિવારની લાગણીઓ, પોતાનામાં પરિવાર અને પરિવારમાં પોતાને શોધવાનો વિચાર યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યો છે જે દર્શકોને સામાજિક ફિલ્મ હોવા છતાં પકડી રાખે છે.

     ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મલ્હાર ઠાકરે વિષય અનુરૂપ પોતાના પાત્રને એકદમ બીબાઢાળ અભિનયથી થોડોક દૂર રાખી ન્યાય આપ્યો છે સાથે અભિનેત્રી યુક્તિ રાંદેરિયા પોતાના પાત્રને સ્ક્રીન પર જીવંત રાખવામાં સફળતા મેળવી છે. આખી ફિલ્મ જેમનાં ખભા પર ચાલી રહી છે તેવા અનુભવી કલાકારો અર્ચન ત્રિવેદી અને વંદના પાઠકે દર્શકોને સતત પોતાની વાર્તા હોવાનો અનુભવ કરાવ્યો છે. સિધ્ધાર્થ અમીત ભાવસારે સંગીત પણ વાર્તા અનુસાર આપ્યું છે જે ફિલ્મને વધુ હળવાશ આપે છે.

     પ્રસિધ્ધ ફિલ્મ નિર્માતા નિર્દેશક મનમોહન દેસાઈના અભિગમ મુજબ ફિલ્મ સારી હોય અથવા ખરાબ હોય. રેટિંગ કે નંબર ફિલ્મનું ભવિષ્ય નક્કી કરે તે યોગ્ય નથી તે ન્યાયે આ પારીવારીક ફિલ્મ સારી ફિલ્મોની હરોળમાં આગળ આવે છે તેને જોવા માટે ટિકિટ ખરીદવી એ નુકશાનીનો સોદો તો બિલકુલ છે જ નઈ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગ્રામ્ય રસ્તાઓના સુદ્રઢીકરણ-નાળા-પૂલ મરામત અને નવા નાળા-પૂલોના નિર્માણ માટે ૧૫૬૩ કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરતા મુખ્યમંત્રીશ્રી
Next articleવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023 ની વૈશ્વિક સ્તરે “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ” તરીકે ઉજવણી