(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૦
પત્રકારોના સંદર્ભથી ભારત દુનિયાના સૌથી અસુરક્ષિત દેશોમાંનો એક દેશ છે, જ્યારે આ યાદીમાં અમેરિકાની એન્ટ્રી પ્રથમ વખત થઇ છે. ભારત અને અમેરિકા- બન્ને આ યાદીમાં એક જ ક્રમ પર છે. એક અહેવાલ અનુસાર, આ દેશોમાં પત્રકારો ત્યારે મૃત્યુ પામ્યા જ્યારે અહીં ન તો કોઇ પણ પ્રકારનું યુદ્ધ થયું અને ન તો કોઈ વિવાદ થયો હતો. ભારત અને અમેરિકા સિવાય આ યાદીમાં યમન, મેક્સિકો, સીરિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ છે.
રિપોર્ટ વિથઆઉટ બોર્ડર્સના અહેવાલ અનુસાર ભારતમાં આ વર્ષે 6 પત્રકારો માર્યા ગયા અને અન્ય ઘણા પત્રકારો પર જીવલેણ હુમલા થયા. સાથે ઘણા પત્રકારો સાથે મારપીટ અથવા ધમકીની ઘટના થઇ. આ ઉપરાંત ઘણા પત્રકારોએ તેમના વિરુદ્ધ હેટ કેમ્પનનો પણ સામનો કરવો પડ્યો હતો, જેમાં સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકી ખૂબ જ સામાન્ય વાત હતી. અહેવાલો કહે છે કે પત્રકારોના સંદર્ભમાં વિશ્વના 5 સૌથી જોખમી દેશોમાં ભારત ઉપરાંત અમેરિકા, મેક્સિકો, યમન, સીરિયા અને અફઘાનિસ્તાન પણ સામેલ છે.
અહેવાલના અધ્યયનમાં જણાવાયું છે કે આ પત્રકારોની હત્યા માટે બર્બર પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહેવાલમાં તેણે એક હિન્દી સમાચારપત્રના 2 પત્રકારો નવીન નિશ્ચલ અને વિજય સિંહની હત્યાનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે બિહારના એક ગ્રામ પ્રધાને પોતાના વિરુદ્ધમાં રિપોર્ટિંગને લઇને 25 માર્ચના રોજ આ બંને પત્રકારો ઉપર એસયુવી કાર ચઢાવી તેમની હત્યા કરી હતી. આવી જ એક ઘટના ઘટી મધ્યપ્રદેશમાં જ્યાં સ્થાનિક ખનન માફિયાને લઇને રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર પર ટ્રક ચઢાવી તેને મારી નાખવામાં આવ્યો હતો.
છેલ્લા 3 વર્ષોમાં રેતીના ગેરકાયદે ખનનમાં સામેલ ઓછામાં ઓછા 6 પત્રકારોની હત્યા કરાઈ છે. દુનિયાના પત્રકારોના સંદર્ભમાં 5 સૌથી જોખમી દેશોમાં અમેરિકા પણ સામેલ છે. અમેરિકામાં પણ 6 પત્રકારો માર્યા ગયા જેમાં કેપિટલ ગેજેટના 5 કર્મચારીઓમાંથી 4 પત્રકારોની હત્યા કરવામાં આવી. તેમની હત્યા 28 જૂનના રોજ તે સમયે કરવામાં આવી જ્યારે એક વ્યક્તિએ અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું અને 4 પત્રકાર માર્યા ગયા. 2018માં સૌથી વધુ 15 પત્રકારો માર્યા ગયા અને આ યાદીમાં તે ટોચ પર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.