Home દેશ - NATIONAL પતિ-પત્ની વચ્ચે છુટાછેડાના કેસમાં ચીફ જસ્ટિસે આપ્યો એવો જવાબ કે……

પતિ-પત્ની વચ્ચે છુટાછેડાના કેસમાં ચીફ જસ્ટિસે આપ્યો એવો જવાબ કે……

44
0

(જી.એન.એસ),તા.૦૭
નવીદિલ્હી
પતિ અને પત્ની વચ્ચે છુટાછેડા થયાના ઘણા કેસો જોયા તો હશે જ પણ હવે તો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે આપણે વિચારે ચઢી જઈએ કે એવું તો શું થયું પતિ પત્ની વચ્ચે. સાલું આવું કોઈ દિવસ સંભાળવા મળશે ખરેખર સાચે જ હવે તો માનવું જ પડશે કે આવું પણ થયું હોય કોઈ પતિ અને પત્ની વચ્ચે થઇ શકે તેમ છે. તાજેતરમાં એક દંપતિ વચ્ચે અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જે જાણીને તમે ચોક્કસ ચોંકી ઉઠશો. લગ્નના 41 વર્ષમાં પતિ અને પત્ની વચ્ચે 60 કેસનો એક ખુબ જ ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જેને લઈ ચીફ જસ્ટિસ પણ વિચારવા પર મજબૂર બન્યા છે. ચીફ જસ્ટિસ એનવી રમના બુધવારે એક વિશેષ વૈવાહિક વિવાદ કેસથી મૂંઝવણમાં દેખાયા હતા. અલગ પડી ગયેલા દંપતીએ 41 વર્ષના ગાળામાં એકબીજા સામે 60 કેસ દાખલ કર્યા છે. આ 41 વર્ષોમાં તેઓ 11 વર્ષથી અલગ પણ છે. લાઈવ હિન્દુસ્તાનના એક અહેવાલ મુજબ દંપતીના કેસ ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટમાં પણ ચાલ્યા છે અને એવું જોવામાં આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો છે. પત્નીએ સસરા પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે બંને પક્ષ મધ્યસ્થી કરવા માંગે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું “કેટલાક લોકોને લડાઈમાં મજા આવે છે. તેઓ હંમેશા કોર્ટમાં રહેવા માંગે છે. તેઓ કોર્ટને જોયા વગરતો સૂઈ શકતા નથી.” CJI બેન્ચે દંપતીને વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થી કરવાનું સૂચન કર્યું હતું. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, વકીલોની પ્રતિભા પણ જોવી જોઈએ. દંપતી કેટલીવાર કોર્ટમાં આવ્યા તેનાથી તેણીને પણ આશ્ચર્ય થયું. સુપ્રીમ કોર્ટે પત્નીના વકીલને પૂછ્યું કે શું તેઓ સમાધાન કરવા માટે તૈયાર છે? તેમના વકીલે કહ્યું કે તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે, પરંતુ હાઈકોર્ટની કાર્યવાહી પર સ્ટે ન મૂકવો જોઈએ. બેન્ચે કહ્યું કે આ શક્ય નથી. “એવું લાગે છે કે તમને લડવામાં ખૂબ જ રસ છે. તમારી પાસે બંને વિકલ્પો ના રહી શકે. તમે એક જ સમયે બે વિકલ્પોનો ઉપયોગ કરી શકતા નથી,”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડ્રગ્સની હેરાફેરી સામે કડક પગલાં લેવાશે : અમિત શાહ
Next articleસરકારની સસ્તી સ્વાસ્થ્ય સેવાઓએ ગરીબો અને મધ્યમ વર્ગોની વધારી છે બચત : વડાપ્રધાન મોદી