Home દેશ - NATIONAL પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ માટે સીટની રચના કરાઈ

પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ માટે સીટની રચના કરાઈ

43
0

(જી.એન.એસ),તા.૩૦
પંજાબ
પંજાબમાં જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાથી હડકંપ મચી ગયો છે. હત્યાકાંડ બાદ પોલીસે કહ્યું કે પ્રાથમિક તપાસમાં તો પરસ્પર દુશ્મનાવટની ઘટના લાગે છે તથા આ હત્યાંકાડની તપાસ માટે SIT‌ની રચના કરવામાં આવી છે. ડ્ઢય્ઁ વી કે ભવરાએ કહ્યું કે મૂસેવાલાની હત્યા જૂથો વચ્ચેની આપસી દુશ્મનાવટનું પરિણામ લાગે છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તેમાં સામેલ છે. ભઠિંડા રેન્જના આઈજીપી પ્રદીપ યાદવે સિંગર સિદ્ધુ મૂસેલવાલાની હત્યાની ઝડપી તપાસ માટે ત્રણ સભ્યોની SIT બનાવી છે. આ ટીમમાં એસપી (તપાસ) માનસા ધર્મવીર સિંહ, ડીએસપી (તપાસ) ભઠિંડા, વિશ્વજીત સિંહ અને પ્રભાવી સીઆઈએ માનસા પ્રીતિપાલ સિંહ સામેલ છે. ડીજીપીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ જૂથો વચ્ચે પરસ્પર દુશ્મનાવટનું પરિણામ લાગે છે. તેમણે જણાવ્યું કે સિદ્ધુ મૂસેવાલાના મેનેજર શગનપ્રીતનું નામ ગત વર્ષે અકાલીદળ નેતા વિક્કી મિદ્દુખેડાની હત્યામાં સામે આવ્યું હતું. ત્યારબાદ શગુનપ્રીત ઓસ્ટ્રેલિયા ભાગી ગયો હતો. તેમણે જણાવ્યું કે મૂસેવાલાની હત્યા મિદુખેડાની હત્યાનો બદલો લાગે છે. આ ઘટનામાં લોરેન્સ બિશ્નોઈનો હાથ છે. કેનેડાના જૂથના એક સભ્યએ હત્યાની જવાબદારી લીધી છે. ડીજીપી વી કે ભવરાએ એમ પણ કહ્યું કે પહેલા સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા માટે પંજાબ પોલીસના ચાર કમાન્ડો હતા. દર વર્ષે ઓપરેશન બ્લ્યુ સ્ટારની વરસી અને આગામી મહિને ધલ્લુધારા સપ્તાહના કારણે સુરક્ષા ઓછી કરાય છે. જેને જોતા મૂસેવાલાની સુરક્ષામાં તૈનાત કમાન્ડોમાંથી બેને હટાવાયા હતા અને હાલ ૨ કમાન્ડો સુરક્ષામાં તૈનાત હતા. ભવરાના જણાવ્યાં મુજબ ઘટના સમયે સિદ્ધુ મૂસેવાલા જ્યારે માનસા જિલ્લામાં હતા ત્યારે તેઓ તેમના બાકી બે કમાન્ડોને પણ સાથે લઈ ગયા નહતા. આ ઉપરાંત બુલેટપ્રૂફ ગાડી પણ નહતી. ડીજીપીએ કહ્યું કે ઘટનાસ્થળેથી ગોળીઓના ૩૦ ખાલી ખોખા મળ્યા છે. તેમના અંદાજા મુજબ હત્યામાં ઓછામાં ઓછા ત્રણ હથિયારો વપરાયા હશે. તેમણે ઘટનાની વધુ જાણકારી આપતા કહ્યું કે સિદ્ધુ મૂસેલવાલા રવિવારે પાડોશી ગુરુવિંદ સિંહ અને સંબંધી ગુરપ્રીત સિંહ સાથે સાંજે સાડા ચાર વાગે ઘરેથી નીકળ્યો હતો તથા ગાડી પણ તે પોતે ચલાવી રહ્યો હતો. ભવરાએ કહ્યું કે ત્યારબાદ સામેથી મૂસેવાલા પર અંધાધૂંધ ફાયરિંગ થયું. સૂચના મળતા જ પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય ઘાયલોને હોસ્પિટલ ઘસેડાયા. જ્યાં ડોક્ટરોએ જણા્‌યું કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં મૂસેવાલાએ દમ તોડ્યો. અન્ય બે લોકોની હાલાત સ્થિર છે. અધિકૃત સૂત્રોના જણાવ્યાંમુજબ કેનેડામાં રહેતા ગોલ્ડી બરારે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઈ જૂથ અને લક્કી પટિયાલા જૂથ વચ્ચે દુશ્મનાવટ છે. ત્રણ હથિયારધારીની ઓળખ હરિયાણાના સન્ની, અનિલ લઠ અને ભોલુ તરીકે થઈ છે જેમને પહેલા અકાલી નેતા વક્કી મિદુખેડાની હત્યા મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અગાઉ ધરપકડ કર્યા હતા. જ્યારે શગનપ્રીતનું નામ આ મામલે નોંધાયેલી એફઆઈઆરમાં આરોપી તરીકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆમિર ખાન ઈન્ડિયાનો જેમ્સ કેમેરોન : સ્ટીવન સ્પિલબર્ગ
Next articleનેપાળના તારા એરપોર્ટનું વિમાન લેન્ડિંગ કરે તે પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત થયું