Home દુનિયા - WORLD ન્યૂયોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં 27 વર્ષીય ભારતીય નાગરિકનું મોત...

ન્યૂયોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં 27 વર્ષીય ભારતીય નાગરિકનું મોત થયું

32
0

(જી.એન.એસ),તા.૨૬

હાર્લેમ-ન્યૂયોર્ક,

ન્યૂયોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અકસ્માતમાં 27 વર્ષીય ભારતીય નાગરિકનું મોત થયું હતું. મૃતકની ઓળખ ફાઝીલ ખાન તરીકે થઈ છે. ભારતીય દૂતાવાસ ફાઝીલ ખાનના મિત્રો અને પરિવારના સતત સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર કહ્યું કે હાર્લેમમાં આગની ઘટનામાં ફાઝિલ ખાનના મૃત્યુથી તે દુખી છે. અમે ખાનના પરિવારના સંપર્કમાં છીએ અને તેમના મૃતદેહને ભારત પરત લાવવામાં મદદ કરી રહ્યા છીએ.

ન્યૂયોર્ક ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લિથિયમ-આયન બેટરીના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માતમાં 17 અન્ય લોકો ઘાયલ થયા છે. આગ દરમિયાન લોકોએ બચવા માટે દોરડાનો સહારો લીધો હતો.

પ્રત્યક્ષદર્શી એન્જી રેચફોર્ડે જણાવ્યું હતું કે આગ ટોચથી શરૂ થઈ હતી. લોકો પોતાને બચાવવા બારીમાંથી કૂદી રહ્યા હતા. પિતા સાથે અકસ્માતમાં બચી ગયેલા અકીલ જોન્સે કહ્યું કે મારી પાસે માત્ર મારો ફોન, મારી ચાવી અને મારા પિતા છે.

સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના રહેવાસીઓને પોતાનો જીવ બચાવવા માટે કૂદવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ઘાયલ થયેલા 12 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ચાર લોકોની હાલત ગંભીર છે.

વિભાગના વડા જોન હોજન્સે જણાવ્યું હતું કે આગ ખૂબ જ ગંભીર હતી. રૂમના દરવાજામાંથી તેની જ્વાળાઓ બહાર આવી રહી હતી. જેના કારણે સીડીઓથી નીચે ઉતરવું મુશ્કેલ બની રહ્યું હતું. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર 2023માં લિથિયમ આયન બેટરીના કારણે આગની 267 ઘટનાઓ બની છે. જેમાં 150 લોકો ઘાયલ થયા હતા અને 18ના મોત થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં લિથિયમ આયન બેટરીના કારણે આગ લાગવાના 24 કેસ નોંધાયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબંધારણ મુજબ 29 ફેબ્રુઆરીએ સંસદની બેઠક મળશે : ઈશાક ડાર
Next articleમધુએ લગભગ 22 વર્ષ પછી મણિરત્નમ સાથે કામ ન કરવાનું કારણ જણાવ્યું