Home મનોરંજન - Entertainment નોરા ફતેહી વિદ્યુત જામવાલની એક્શન પાર્ટનર, ફિલ્મનું શૂટિંગ થઇ ગયું શરુ

નોરા ફતેહી વિદ્યુત જામવાલની એક્શન પાર્ટનર, ફિલ્મનું શૂટિંગ થઇ ગયું શરુ

10
0

(GNS),25

બોલિવૂડમાં ડાન્સિંગ ક્વીન તરીકે ઓળખ ઊભી કરનારી નોરા ફતેહીને સિરિયસ રોલ કરવાની ઈચ્છા થઈ છે. ફિલ્મોમાં આઈટમ સોન્ગ પૂરતા મર્યાદિત રહેવાના બદલે નોરાએ લીડ રોલ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા અને તેને વિદ્યુત જામવાલની આગામી ફિલ્મમાં એક્શન પાર્ટનર બનવાની તક પણ મળી છે. ‘ક્રેક – જીતેગા તો જીયેગા’ના શૂટિંગ માટે નોરા હાલ અઝરબૈજાન પહોંચી છે. નોરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના શૂટિંગ શીડ્યુલની ઝલક આપી હતી. એક વીડિયોમાં નોરાએ કહ્યું હતું કે, બાકુમાં શૂટિંગનો પહેલો દિવસ. નાઈટ શૂટ છે અને અમે બધા સેટ પર છીએ. બાકુ ખૂબ શાંત જગ્યા છે અને અમે કોઈ મુશ્કેલી વગર વ્લોગ કરવા જઈ રહ્યા છીએ. અન્ય એક ક્લિપમાં નોરા કોફી શોપમાં બ્લેક કોફી એન્જોય કરી રહી છે. નોરાએ પોતાના શૂટિંગ શીડ્યુલ અંગે વ્લોગિંગ કરવાની તક આ સમયે ઝડપી લીધી હતી.

અઝરબૈજાનના બાકુમાં શૂટિંગના બીજા દિવસની અપડેટ પણ નોરાએ આપી હતી. ફિલ્મનું શૂટિંગ પૂર જોશમાં ચાલી રહ્યું હોવાનું નોરાએ કહ્યું હતું. વિદ્યુતની આ ફિલ્મને એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ ફિલ્મ ગણાવવામાં આવે છે. તેમાં બે ભાઈઓની સ્ટોરી છે, જેઓ તેઓ એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ સાથે ખૂબ જોખમી સ્ટન્ટ કરે છે. તેમાં નોરા અને વિદ્યુતની સાથે અર્જુન રામપાલ લીડ રોલમાં છે. નોરાએ વિદ્યુત જામવાલ સાથે લીડ રોલ માટે તૈયારીઓ લાંબા સમયથી શરૂ કરેલી છે. જીમમાં રેગ્યુલર વર્કઆઉટને નોરાએ વધારે ચેલેન્જિંગ બનાવ્યું છે. ડાન્સ પરફોર્મન્સની જેમ એક્શન ફિલ્મમાં પણ પોતાના રોલના વખાણ થાય તેવી નોરાની ઈચ્છા છે. આ ફિલ્મમાં નોરાની સીધી સરખામણી વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલ સાથે થવાની છે. બંને સ્ટાર્સ એક્શન અને ફિટનેસમાં દર વખતે મેદાન મારી જાય છે. જેના કારણે નોરાએ પણ પોતાની મહેનત વધારી છે. નોરાનું આ નવું સાહસ પણ તેના સ્પેશિયલ સોન્ગ્સની જેમ સફળ થાય છે કે નહીં તે જોવું રહ્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆ વિદેશી અભિનેત્રીની સામે નિષ્ફળ છે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીઓ..
Next article‘ધ વેક્સીન વોર’માં ઋગવેદના નાસદીય સૂક્તનું રોક વર્ઝન