Home દેશ - NATIONAL નૂહ-માનેસરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાયો, બે રાજ્યો એલર્ટ મોડ પર

નૂહ-માનેસરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાયો, બે રાજ્યો એલર્ટ મોડ પર

12
0

(GNS),03

હરિયાણાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. ગુરુગ્રામના નૂહ, ફરીદાબાદ, પલવલ અને સોહના, પટૌડી અને માનેસરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ 5 ઓગસ્ટની રાત સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે, ગુરુગ્રામ શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત રહેશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના 11 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજસ્થાનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે હરિયાણાની સરહદે આવેલા ભરતપુરના ચાર વિસ્તારોમાં ગુરુવારે સવાર સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે અલવર જિલ્લાના 10 અને ભરતપુર જિલ્લાના ચાર વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં પોલીસ પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે. પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ ગ્રાન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અરાજક તત્વો પર ચાંપતી નજર રાખી રહી છે. એડિશનલ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનમાં ગાઈડલાઈન જારી કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. એડિશનલ કમિશનર કેશવ ચૌધરીએ આ માહિતી આપી છે.

તમને જણાવી દઈએ કે સોમવારે હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદના સરઘસને રોકવાના પ્રયાસને લઈને સાંપ્રદાયિક હિંસા શરૂ થઈ હતી. હિંસા પાછળથી પડોશી ગુરુગ્રામ અને અન્ય સ્થળોએ ફેલાઈ ગઈ. મુખ્યમંત્રી મનોહર લાલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 90ની અટકાયત કરવામાં આવી છે. રાજ્ય સરકારની વિનંતી પર કેન્દ્ર સરકાર દ્વારા નૂહ અને આસપાસના જિલ્લાઓમાં એક ડઝન RAF સહિત વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

બીજી તરફ હરિયાણાના નૂહમાં હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે તે સુનિશ્ચિત કરે કે હિંસા કે દ્વેષપૂર્ણ ભાષણ ન થાય. અરજદાર વતી રેલી અને ભાષણો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે હરિયાણાના નૂહ અને અન્ય વિસ્તારોમાં તોફાનમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. એડવોકેટ સીયુ સિંહે આ મામલાને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની સામે ઉઠાવ્યો હતો

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે ચાલુ રહેશે, હાઈકોર્ટનો આદેશ યથાવત
Next articleઆવતિકાલે ગુજરાતી સસ્પેન્સ થ્રીલર ‘ભેદ’ ફિલ્મ રિલીઝ થશે