Home દેશ - NATIONAL નુપૂર શર્માની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે માફી માંગવાનું જણાવ્યું

નુપૂર શર્માની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે માફી માંગવાનું જણાવ્યું

34
0

(જી.એન.એસ),તા.૦૧
નવીદિલ્હી
મોહંમદ પયંગબરની વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે, તેમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ પણ કેસ નોંધાયા છે. તે તમામને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટીવી પર આવીને તેઓ દેશની જનતાથી માફી માંગે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. મોહંમદ પયંગબરને લઈને કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર કડક વલણ દાખવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી જાેઈએ. કોર્ટે કહ્યુ કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માની વિરુદ્ધ દિલ્હી, કોલકાત્તા, બિહારથી લઈને પુણે સુધી અલગ અલગ કેસ નોંધાયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકચ્છી નયે વરેજી લખ લખ વધાઈયું.. : વડાપ્રધાન મોદી
Next articleભારતીય વિદ્યાર્થીઓ માટે યુકેના શ્રેષ્ઠ અનુભવો માટે ૭૫ શિષ્યવૃત્તિઓની જાહેરાત