Home દેશ - NATIONAL નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

41
0

(જી.એન.એસ),તા.૦૯
બિહાર
બિહારમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જાેવા મળી રહી છે. ભાજપ સાથેનું ગઠબંધન જેડીયુએ તોડી નાખ્યું અને હવે નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આજે તેઓ રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા અને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. નીતિશકુમાર ભાજપનો સાથ છોડશે એવી અટકળો સતત થઈ રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. તેઓ આરજેડી સાથે મળીને રાજ્યમાં ફરીથી જેડીયુ-આરજેડીની સરકાર બનાવશે. બિહારના રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યા બાદ જેડીયુ નેતા નીતિશકુમારે કહ્યું કે તમામ સાંસદ અને વિધાયકની સામાન્ય સહમતિ છે કે આપણે એનડીએ છોડી દેવું જાેઈએ. રાજીનામું આપ્યા બાદ તેઓ રાબડી દેવીના ઘરે પહોંચ્યા. ભાજપ સાથે ગઠબંધન તૂટ્યા બાદ જનતા દળ (યુ)ના અધ્યક્ષ નીતિશકુમારે પહેલું નિવેદન આપ્યું. તેમણે ભાજપ પર જેડીયુને ખતમ કરી નાખવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો. નીતિશકુમારે કહ્યું કે ભાજપે હંમેશા અપમાનિત કર્યા. સીએમ નીતિશે આ નિવેદન જેડીયુ ધારાસભ્યો સાથેની બેઠકમાં આપ્યું. બેઠકમાં નીતિશકુમારે પાર્ટી વિધાયકોને કહ્યું કે ભાજપે હંમેશા અપમાનિત કર્યા. જેડીયુને ખતમ કરવાનું ષડયંત્ર રચાયું. ભાજપે અમારા ધારાસભ્યોને ખરીદવાની તૈયારી કરી હતી. બેઠકમાં અનેક ધારાસભ્યો, એમએલસીએ સીએમ નીતિશકુમારને કહ્યું કે તેમનું હાલનું ગઠબંધન ૨૦૨૦થી તેમને નબળું પાડવાની કોશિશ કરી રહ્યું છે. ચિરાગ પાસવાનનું નામ લીધા વગર કહ્યું કે તેઓ એક એવું ઉદાહરણ હતા. એમ પણ કહ્યું કે જાે તેઓ હમણા સતર્ક નહીં થાય તો તે પાર્ટી માટે સારું નહીં રહે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાઉથના અભિનેતા મહેશબાબુ વિશે જાણો રસપ્રદ વાતો
Next articleમિસ ઈન્ડિયા યુએસએ ખિતાબ જીત્યો આર્યા વાલવેકરે