Home દેશ - NATIONAL નીતિન ગડકરીએ સરકારની સૌથી મોટી ખામીને કારણે કરી મોટી જાહેરાત કે સૌ...

નીતિન ગડકરીએ સરકારની સૌથી મોટી ખામીને કારણે કરી મોટી જાહેરાત કે સૌ કોઈ ચોકી ગયા?

48
0

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે સરકાર સમય પર નિર્ણય લઈ રહી નથી. હાલમાં મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન પરિવહન મંત્રીએ કહ્યું કે નિર્માણમાં સમય સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. સમય સૌથી મોટી મૂડી છે. સૌથી મોટી સમસ્યા છે કે સરકાર સમય પર નિર્ણય લઈ રહી નથી. પરંતુ પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કર્યુ કે ગડકરીનું નિવેદન કોઈ વિશેષ સરકાર માટે નથી, પરંતુ સામાન્ય રૂપથી સરકારો માટે છે. સરકાર પર આ ટિપ્પણી બાદ ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને દીનદયાલ ઉપાધ્યાયને સત્તામાં ભાજપના ઉદયનો શ્રેય આપ્યો હતો. 1980માં મુંબઈમાં ભાજપના સંમેલનમાં વાજપેયીના ભાષણનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યુ કે અટલજીએ કહ્યુ હતુ કે અંધેરા મિટ જાએગા, સૂરજ નિકલેગા ઔર કમલ (ભાજપનું ચૂંટણી ચિન્હ) એક દિન ખિલેગા. નોંધનીય છે કે નીતિન ગડકરીને પાછલા સપ્તાહે પાર્ટીના સંસદીય બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પહેલા પાછલા મહિને ગડકરીએ કહ્યું હતું કે તેમને ક્યારેક-ક્યારેક રાજનીતિ છોડવાનું મન કરે છે કારણ કે જીવન માટે બીજુ ઘણું છે. તેમણે આ વાત પર અફસોસ વ્યક્ત કર્યો કે આજકાલની રાજનીતિ સામાજિક પરિવર્તનનું માધ્યમ બનવાથી વધુ સત્તામાં ટકી રહેવા માટે છે. ગડકરીના નિવેદનો બાદથી રાજકીય વર્તુળોમાં અટકળોનો દૌર શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે ચાર પરિયોજનાઓ માટે ભંડોળ ભેગું કરવા માટે સરકાર આગામી મહિને મૂળી બજારમાં જશે. તેમણે કહ્યું કે, સંપત્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા ધન ભેગું કરવામાં આવશે અને છૂટક રોકાણકારો માટે તેમાં 10 લાખ રૂપિયાના રોકાણની મર્યાદા હશે. ગડકરીએ ઉદ્યોગ મંડળ ફિક્કીના એક કાર્યક્રમમાં કહ્યું કે, અમે ચાર રોડ પરિયોજના માટે મૂળી બજારમાં જશું. તેમાં સાતથી આઠ ટકાનું નક્કી રિટર્ન હશે. ગડકરીએ કહ્યું કે રોડ મંત્રાલય એકવાર ફરી બનાવો, ચલાઓ અને સ્થાણાંતરિત કરો (બીઓટી) મોડલ હેઠળ પરિયોજનાઓ ખોલશે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleત્રિપુરામાં આ દિગ્ગજ નેતાએ 6500 કાર્યકારો સાથે છોડતા સત્તાધારી ભાજપને લાગ્યો મોટો ઝટકો
Next articleટોમેટો ફ્લુ વાઈરસથી સાવધાન રહેવા કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન, જાણો વિગતવાર માહિતી