Home દેશ - NATIONAL નિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૬.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૩૮૨.૨૪ સામે ૭૫૦૭૮.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૪૭૪.૯૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૨૨.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ  પોઈન્ટના ૬૯૨.૨૭ ઉછાળા સાથે ૭૫૦૭૪.૫૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૬૪૨.૯૦ સામે ૨૨૭૩૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૬૯૨.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૧.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૯૦.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૯૩૩.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે શેરબજારનો કારોબાર સારી રીતે તેજી પર સમાપ્ત થયો.શેરબજારના સેન્સેક્સ ૬૯૨ પોઈન્ટની ઉછાળા સાથે ૪૯૪૩૦ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૯૦ પોઈન્ટની ઉછાળા સાથે ૨૨૯૩૩ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૧૩ પોઈન્ટની ઉછાળા સાથે ૪૯૪૩૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો. શેરબજારની તેજીની કામગીરીના તબક્કામાં, નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા જ્યારે અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા.

લોકસભા ચૂંટણીના બિનઅપેક્ષિત પરિણામોના પગલે શેરબજારમાં એક દિવસમાં નોંધાયેલ ધોવાણ રિકવર થઈ રહ્યું છે. ૦૪ જૂને સેન્સેક્સમાં ૪૩૮૯ પોઈન્ટના કડાકા બાદ છેલ્લા બે દિવસમાં સેન્સેક્સ ૨૯૯૫ પોઈન્ટ સુધર્યો છે. રોકાણકારોની મૂડી પણ રૂ.૨૧.૧૨ લાખ કરોડ વધી છે.

ગુરુવારે શેરબજારના તેજીના તબક્કા દરમિયાન, ટોપ ગેઇનર્સની યાદીમાં એચસીએલ ટેક,ઈન્ફોસીસ,ટીસીએસ,મહિન્દ્રા, સ્ટેટ બેન્ક લાઇફ,શ્રીરામ ફાઇનાન્સ,આઇશર મોટર્સ અને ઇન્ફોસિસના શેરનો સમાવેશ થાય છે,જ્યારે ટોપ લુઝર્સમાં હિન્દાલ્કો, હિન્દુસ્તાન યુનીલીવર,હેરો મોટો કોર્પ,ઈન્ડીગો,સિપ્લા,ડીવીસ લેબ,વોલ્ટાસ,સન ફાર્મા,નેસ્લે,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નો સમાવેશ થાય છે.ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, રેલ વિકાસ નિગમ, ઈરકોન ઈન્ટરનેશનલ, ટીટાગઢ રેલ સિસ્ટમ અને ટેક્સ મેકો રેલના શેર ૪ થી ૫ %ના ઉછાળા સાથે બંધ થયા છે.ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશનના શેરમાં પણ ૪%નો વધારો થયો હતો, જ્યારે કોલ ઈન્ડિયા અને એનટીપીસીના શેર પણ ૨.૫%થી વધુના વધારા સાથે બંધ થયા હતા.ગુરુવારે, શેરબજારની વ્યસ્ત કામગીરી વચ્ચે, ગૌતમ અદાણી જૂથની ૧૦ માંથી ૯ લિસ્ટેડ કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે અદાણી પોર્ટ્સમાં થોડી નબળાઈ નોંધાઈ હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૩૪ અને વધનારની સંખ્યા ૩૦૦૯ રહી હતી,  ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે. આ સમયે તમારા પોર્ટફોલિયોમાં વધારે ફેરફાર કરવાની જરૂર નથી કારણ કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે.લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારે રસાકસી વચ્ચે શેરબજારમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી હતી. આ સાથે બજારના અમુક વર્ગ એ શકયતાએ પણ ચિંતિત હતો કે, જો ભાજપ-એનડીએની સરકાર બને તો પણ આ ખેંચતાણ વાળી સરકારનું નેતૃત્વ કરવાથી મોદી દૂર રહેશે અને નવા નેતાની વડાપ્રધાન તરીકે પસંદગી કરે તેવી શક્યતાઓ દર્શાવી હતી. જેના પગલે શેરબજારમાં અફરાતફરી મચી છે સાથે સાથે આ સ્થિતિમાં અર્થતંત્ર અને બજાર માટે સમીકરણો બદલાતાં જોઈ ફંડો, ઈન્વેસ્ટરોએ શેરોમાં ઓલ રાઉન્ડ હેમરીંગ કર્યું હતું.સ્થિર સરકાર રચાવાના અંદાજ સાથે બેન્કમાર્ક ઈન્ડાઈસિસમાં પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યું છે.જો કે, જ્યાં સુધી એનડીએ નવી કેબિનેટનો વિશ્વાસ ન મેળવે ત્યાં સુધી અસમંજસ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં માર્કેટમાં અફડા – તફડી જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલિવૂડ અભિનેત્રી, બીજેપી સાંસદ કંગના રનૌતને એરપોર્ટ પર સીઆઈએસએફ ગાર્ડ દ્વારા લાફો મારવાની ઘટના
Next articleખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમૂલ બ્રાન્ડ ઘીનું ડુપ્લીકેશન કરતા ગાંધીનગરમાં પાયલ ટ્રેડર્સ ખાતેથી રૂ. ૭૦,૦૦૦ની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરાયો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.