રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૨૨૧.૦૬ સામે ૭૪૨૫૩.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૧૫૮.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૪૧.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૧૧૯૬.૯૮ ઉછાળા સાથે ૭૫૪૧૮.૦૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૬૫૭.૯૫ સામે ૨૨૬૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૬૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૭૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫૦.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૦૦૮.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાલુ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર બમ્પર તેજી સાથે સમાપ્ત થયું.બીએસઇ સેન્સેક્સ ૧૧૯૭ પોઈન્ટ વધીને ૭૫૪૧૮ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૩૫૦ પોઈન્ટ ના વધારા સાથે ૨૩૦૦૮ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૮૮૬ પોઈન્ટ ના ઉછાળા સાથે ૪૮૮૬૦ના સ્તર પર બંધ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪ જૂને એનડીએની જીત નિશ્ચિત હોવાની ખાતરી આપતાં શેરબજારોમાં તેજી આવવાના એંધાણ આપ્યા છે. જેના પગલે શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે. પીએસયુ શેરોમાં ૧૦% થી વધુ ઉછાળો નોંધાયો છે.લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં શેરબજારમાં આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૧૨૦૦ પોઈન્ટથી વધુ અને નિફ્ટી ૩૫૦ પોઈન્ટથી વધુ ઉછાળો નોંધાવી સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. સેન્સેક્સ ૭૫૪૯૯ ઑલટાઈમ હાઈ લેવલ જયારે બીજી બાજુ નિફ્ટી ફ્યુચએ ૨૩૦૨૩ રેકોર્ડ ટોચ નોંધાવી છે.
ફેડરલ રિઝર્વના અધિકારીઓના નિવેદનને ધ્યાનમાં લીધા વિના, અમેરિકાની સેન્ટ્રલ બેંક, ભારતીય શેરબજારના વેપારીઓ અને રોકાણકારોએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા સરકારને આપવામાં આવેલા ૨.૧૧ કરોડ રૂપિયાના બમ્પર ડિવિડન્ડના નિર્ણયની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ પછી ભારતીય શેરબજારમાં બમ્પર ઉછાળો નોંધાયો હતો.સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળા સાથે રોકાણકારોની મૂડી રૂ.૪ લાખ કરોડ વધી છે.બીએસઈ માર્કેટ કેપ રૂ. ૪૧૯.૫૦ લાખ કરોડની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. જેમાં ગઈકાલના બંધ સામે રોકાણકારોની મૂડી રૂ.૩.૫૬ લાખ કરોડ વધી છે. શેરબજારમાં આજે સાર્વત્રિક તેજી જોવા મળી છે. સ્મોલકેપ,મીડકેપ, લાર્જકેપ ઉપરાંત ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ ઈન્ડેક્સ પણ ઓલટાઈમ હાઈ થયા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીના માહોલ વચ્ચે રિયાલ્ટી ઈન્ડેક્સ પણ નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામો, મજબૂત આર્થિક વૃદ્ધિ, માગમાં વૃદ્ધિ સહિતના પરિબળોએ શેરોના વોલ્યૂમ વધાર્યા છે.
અદાણી એન્ટરપ્રાઈઝના શેર, જે શેરબજારના ટોચના ગેનર્સમાં હતા તે ૭.૭%ના ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે અદાણી પોર્ટ્સના શેરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક, આઈશર મોટર્સના શેર ૫%વધ્યા હતા. અને મારુતિ સુઝુકી પણ ૭.૭% ના વધારા સાથે બંધ થયા હતા જ્યારે સન ફાર્મા, પાવર ગ્રીડ, હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને ટાટા કન્ઝ્યુમરના શેર નબળા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૧૧ અને વધનારની સંખ્યા ૧૮૧૪ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, લોકસભા ચૂંટણી ૨૦૨૪નુ અપેક્ષિત પરિણામ મળવાની શક્યતા વધી છે. વૈશ્વિક શેરબજારો પણ પોઝિટીવ પરિબળો સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. આરબીઆઈએ સરકારની તિજોરીમાં ૨.૧૧ લાખ કરોડનું ડિવિડન્ડ ઠાલવવાની જાહેરાત કરતાં મજબૂત અર્થતંત્રનો સંકેત મળ્યો છે. બેન્કિંગ શેરોમાં વોલ્યુમ વધ્યા છે. વોલેટિલિટી ઈન્ડેક્સ ૦.૨૩% તૂટી ૨૧.૪૨ પર ટ્રેડ થઈ રહ્યો છે. જે માર્કેટમાં સ્થિરતા વધવાનો સંકેત આપે છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખીને ઘટાડો આગામી મહિનાઓમાં ક્યારે કરાશે એની અનિશ્ચિતતા વચ્ચે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વ વિરામના સંકેત અને અમેરિકામાં ક્રુડ ઓઈલના સ્ટોકમાં વધારો થતાં ક્રુડ ઓઈલના ભાવમાં ફેબુ્રઆરી બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો થવો અને વૈશ્વિક મોરચે એપલ સહિતના કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી સારા આવ્યાના પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી.વૈશ્વિક મોરચે અમેરિકા સામે રશીયા-ચાઈના વચ્ચે વધુ મજબૂત બનતાં સંબંધો અને વૈશ્વિક વેપારમાં અમેરિકાના ચાઈનાની આયાતો પર અંકુશોને લઈ વૈશ્વિક વેપાર મામલે સમીકરણો બદલાતા જોવાઈ રહ્યા છે. જેને લઈ આગામી દિવસોમાં સંભવિત ડેવલપમેન્ટ પર બજારની નજર રહેશે. આ સાથે ઘર આંગણે લોકસભા ચૂંટણીને લઈ અનપેક્ષિત કોઈ ડેવલપમેન્ટના સંજોગોમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.