રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૦૭૯.૦૫ સામે ૭૩૦૨૭.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૮૭૯.૪૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૫૫.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૨૩૦૩.૧૯ ઉછાળા સાથે ૭૪૩૮૨.૨૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૧૯૦૮.૧૫ સામે ૨૧૮૬૬.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૮૨૪.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૮૫.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૭૫.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૫૮૪.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મંગળવારે શેરબજારમાં ભારે ઘટાડા બાદ બુધવારે શેરબજારની કામકાજની શરૂઆત બમ્પર ઉછાળા સાથે થઈ છે. શેરબજારના સેન્સેક્સ ૨૩૦૩ પોઈન્ટની ઉછાળા સાથે ૭૪૩૮૨ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૭૬ પોઈન્ટની ઉછાળા સાથે ૨૨૫૮૪ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૯૦૪ પોઈન્ટની ઉછાળા સાથે ૪૮૯૯૨ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો.
શેરબજારમાં બમ્પર તેજી વચ્ચે, નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૪% અને નિફ્ટી બેન્ક ૪.૫% ના વધારા સાથે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ઓટો, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ પણ કરતાં વધુના વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ ૪% અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩%ના ઉછાળા સાથે બંધ થયા છે જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં પણ ૨.૫%નો વધારો નોંધાયો છે.અદાણી પોર્ટ્સના શેર શેરબજારના ટોપ ગેઇનર્સમાં સામેલ છે જ્યારે ભારત ડાયનેમિક્સના શેર્સ ટોપ લુઝર્સની યાદીમાં સામેલ છે.
બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી ૩%થી વધુના વધારા સાથે બંધ થયા છે. શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, તેમાં અદાણી પોર્ટ્સ, ઈન્ફોસીસ,ઈન્ડીગો,કોટક બેન્ક,ગ્રાસીમ,ટોરેન્ટ ફાર્મા,વોલ્ટાસ,હેવેલ્લ્સ,બાટા ઇન્ડિયા,વોલ્ટાસ,સન ફાર્મા,ડીવીસ લેબ,રિલાયન્સ ,લ્યુપીન,સિપ્લા,ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો ,અદાણી એન્ટરપ્રાઇઝિસ, કન્ટેનર કોર્પોરેશન, મઝગાંવ ડોક, કોલ ઈન્ડિયા, ભેલ, એનટીપીસી, ગેઈલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, આઈઆરએફસી, આઈઆરસીટીસી, ઈરકોન ઈન્ટરનેશનલ, આરવીએનએલના શેરનો સમાવેશ થાય છે, જ્યારે ઘટાડો દર્શાવતી કંપનીઓના શેરમાં લાર્સેન,ભારત ડાયનેમિક્સ, કોચીન શિપયાર્ડ, ટીટાગઢ રેલ, કોચીન શિપયાર્ડ, વેગન્સ, ડેટા પેટર્ન ઈન્ડિયા, સ્ટર્લિંગ વિલ્સન સોલર અને પેટીએમના શેર સામેલ હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૧ અને વધનારની સંખ્યા ૨૫૯૭ રહી હતી, ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના શનિવારના અનુમાન ભાજપ-એનડીએને સ્પષ્ટ જંગી બહુમતીના બતાવાતાં સોમવારે શેરોમાં અભૂતપૂર્વ વિક્રમી તેજી જોવાયા બાદ અનુમાનો મંગળવારે ખોટા પડતાં અને ભાજપને સ્પષ્ટ એકલે હાથે સરકાર રચવાનો પણ બહુમત નહીં મળતાં અને કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા એલાયન્સનું પરફોર્મન્સ સારૂ રહેતાં ખિચડી સરકાર રચાવાના ભયે રોકાણકારોને વિશ્વાસ ડગમગી ગયો હતો. જેના પરિણામે શેરોમાં આજે સાર્વત્રિક ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો હતો. ગઈકાલે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારે રસાકસી વચ્ચે શેરબજારમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી હતી. આ સાથે બજારના અમુક વર્ગ એ શકયતાએ પણ ચિંતિત હતો કે, જો ભાજપ-એનડીએની સરકાર બને તો પણ આ ખેંચતાણ વાળી સરકારનું નેતૃત્વ કરવાથી મોદી દૂર રહેશે અને નવા નેતાની વડાપ્રધાન તરીકે પસંદગી કરે તેવી શક્યતાઓ દર્શાવી હતી. જેના પગલે શેરબજારમાં અફરાતફરી મચી છે સાથે સાથે આ સ્થિતિમાં અર્થતંત્ર અને બજાર માટે સમીકરણો બદલાતાં જોઈ ફંડો, ઈન્વેસ્ટરોએ શેરોમાં ઓલ રાઉન્ડ હેમરીંગ કર્યું હતું. આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે. આ સમયે તમારા પોર્ટફોલિયોમાં વધારે ફેરફાર કરવાની જરૂર નથી કારણ કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.