રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૫.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૮૮૫.૬૦ સામે ૭૪૨૦૮.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૭૬૫.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૧૩.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૭૫.૭૧ ઉછાળા સાથે ૭૩૯૬૧.૩૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૬૨૭.૩૫ સામે ૨૨૬૭૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૬૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૯.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૬.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૭૦૩.૮૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાલુ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે શેરબજારમાં ખરીદી જોવા મળી હતી.શુક્રવારે શેર બજારના કામકાજમાં ઘણો ઉતાર-ચઢાવ દાખલ કરવામાં આવ્યો.બીએસઇ સેન્સેક્સ ૭૬પોઈન્ટ વધીને ૭૩૯૬૧ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૭૭ પોઈન્ટ ના ઉછાળા સાથે ૨૨૭૦૩ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૩પોઈન્ટ ના ઉછાળા સાથે ૪૯૩૮૦ના સ્તર પર બંધ થયો હતો. શુક્રવારે નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા જ્યારે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ, નિફ્ટી બેન્ક, બીએસઈ સ્મોલ કેપ અને નિફ્ટી મિડકેપ ૧૦૦ લાલ નિશાનમાં બંધ થયા હતા.
ચોમાસું સામાન્યથી સારૂ રહેવાની આઈએમડીની આગાહી સામે કેરળમાં ચોમાસા પૂર્વેના ભારે વરસાદમાં રેડ એલર્ટ અમુક વિસ્તારોમાં જાહેર થતાં અને લોકસભા ચૂંટણીમાં વિપક્ષોએ છેલ્લા તબક્કાના મતદાન પૂર્વે જોર લગાવતાં એનડીએ માટે ૪૦૦થી વધુ સીટ જીતવાનું સ્વપ્ન ફળીભૂત નહીં થવાના અહવાલો વહેતાં થતાં સેન્સેક્સ, નિફટી બેઝડ અને સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી.
શુક્રવારે શેરબજારના કામકાજમાં ઘણો ઉતાર-ચઢાવ નોંધાયો હતો. એચડીએફસી બેંક, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેંક, વિપ્રો, એશિયન પેઇન્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, બજાજ ઓટો,અપોલો હોસ્પિટલ, ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, કન્ટેનર કોર્પોરેશન, ભારત ડાયનેમિક્સ, આઈઆરએફસી, આઈઆરસીઓન ઈન્ટરનેશનલ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.જ્યારે ડિવિસ લેબ, નેસ્લે ઈન્ડિયા, ટીસીએસ, મારુતિ સુઝુકી, એલટીઆઈ માઇન્ડટ્રી.,ઇન્ફોસિસ , ડૉ. રેડ્ડીઝ ,કોચીન શિપયાર્ડ, રેલ વિકાસ નિગમ, ટેક્સ મેકો રેલ ના શેરમાં નબળાઈ જોવા મળી હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૪ અને વધનારની સંખ્યા ૧૮૨૦ રહી હતી, ૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક મોરચે ફરી ફુગાવાને લઈ અમેરિકા દ્વારા વ્યાજ દરમાં ઘટાડો નજીકના દિવસોમાં નહીં થવાના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં નરમાઈ તેમ જ રશિયા-યુક્રેન વચ્ચે ફરી તણાવ બાદ પુતીનની અમુક શરતે યુદ્વ વિરામની ઓફર વચ્ચે જીઓપોલિટીકલ પરિબળ પણ મહત્વનું રહેશે.દેશમાં લોકસભા ચૂંટણીનો છેલ્લો તબક્કો શનિવારે છે, ત્યાર બાદ સાંજે એક્ઝિટ પોલના પરિણામો સામે આવશે. તે પહેલા શેરબજારમાં સાવચેતીભર્યું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. શેરબજાર અને રાજકીય જગતના ઘણા નિષ્ણાતોને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તામાં આવશે, પરંતુ તેમને બહુમતનો આંકડો મળશે તે અંગે શેરબજાર ચિંતા વ્યક્ત કરી રહ્યું છે.ભારતીય શેરબજારની ભારે વોલેટિલિટીના પગલે હાલ નાના અને રિટેલ રોકાણકારો ચિંતિંત છે. તેઓ માને છે કે,૪ જૂને લોકસભા ચૂંટણીના અપેક્ષિત પરિણામોથી બજાર ઉંચકાવવાની સંભાવના છે, પરંતુ શેરબજારના પાછલા ટ્રેન્ડને જોતાં વર્ષ ૨૦૨૪ દરમિયાન વોલેટિલિટીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. આગમી દિવસોમાં એક્ઝિટ પોલના પરિણામો ૦૧ જૂને આવવાના છે. ભારતમાં મે મહિનાના વાહનોના વેચાણના આંકડા ૦૧ જૂને આવવાના છે. તે મુજબ આ સપ્તાહ શેરબજારના કામકાજમાં ઉતાર-ચઢાવથી ભરેલું સાબિત થઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.