રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૬૬૩.૭૨ સામે ૭૩૭૧૧.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૪૫૯.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૧૧.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૨૫૩.૩૧ ઉછાળા સાથે ૭૩૯૧૭.૦૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૨૪૫૨.૩૫ સામે ૨૨૪૮૧.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૪૦૭.૭૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૫૦૪.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાલુ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે શેરબજાર તેજી સાથે સમાપ્ત થયું. વર્તમાન લોકસભા ચૂંટણીમાં ઓછા મતદાનને કારણે શેરબજાર પરેશાન છે અને ઉતાર-ચઢાવનો સામનો કરી રહ્યું છે. શેરબજારને આશંકા છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પરત નહીં આવે તો નવી સરકારને હાલની નીતિઓ ચાલુ રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તેના કારણે બજારમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે બીએસઇ સેન્સેક્સ ૨૫૩ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો, તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર પણ ૫૨ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો, જયારે બેન્ક નિફ્ટી ફ્યુચર પણ ૧૩૯ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો, નિફ્ટી આઇટી અને નિફ્ટી ફાર્મા સૂચકાંકોમાં નબળાઈ નોંધવામાં આવી હતી જ્યારે અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા.
ચાલુ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારો ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. શુક્રવારે ઓટો શેર્સમાં તીવ્ર વધારો થયો હતો જ્યારે બેન્કિંગ અને આઈટી શેરમાં નબળાઈ નોંધાઈ હતી.મહિન્દ્રા અને એચએએલના ઉત્કૃષ્ટ ત્રિમાસિક પરિણામોને કારણે બજારમાં હકારાત્મક સેન્ટિમેન્ટ સર્જાયું હતું. વૈશ્વિક બજારમાં આઈટી અને બેન્કિંગ બિઝનેસ પર દબાણના કારણે આ શેરો નબળા પડ્યા છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે સંકેત આપ્યા છે કે લાંબા સમય સુધી વ્યાજદર યથાવત રહી શકે છે, ત્યારબાદ લંડન શેરબજારમાં નબળાઈ નોંધવામાં આવી છે.
શુક્રવારે શેરબજારની ગતિવિધિઓમાં તેજી વચ્ચે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબ્લ્યુ સ્ટીલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક બેંક અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં વધારો નોંધાયો હતો. શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, તેમાં ભારતી એરટેલ હેવેલ્લ્સ,ગ્લેનમાર્ક ફાર્મા,ટાટા મોટર્સ,સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,રામકો સિમેન્ટ,હીરો મોટોકોર્પના શેર ૫૨ સપ્તાહની ટોચે પહોંચી ગયા છે.બીજી બાજુ ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ, સિપ્લા, એસબીઆઈ લાઈફ, એચસીએલ ટેક, ટાટા કોમ્યુનિકેશન,ભારત ફોર્જ,ભારતી એરટેલ એચસીએલ ટેકનોલોજી લ્યુપીન,વોલ્ટાસ,બજાજ ઓટો અને નેસ્લે ઈન્ડિયાના શેર નબળાઈ પર ટ્રેડ થઈ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૦ અને વધનારની સંખ્યા ૨૪૦૩ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના એપ્રિલના ફુગાવાના આંકડા સૂચવે છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે, જેના કારણે નિફ્ટીમાં વધારો થવાની સંભાવના છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકામાં વ્યાજ દરમાં કાપની અપેક્ષા સાથે કંપનીઓના સારા કમાણીના પરિણામો પણ બજારમાં તેજીનું કારણ છે, વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોને પગલે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે નિકાસોમાં સતત વધારો ભારતીય ઈકોનોમીને વેગ આપી રહ્યો છે. જેના પગલે બેન્કિંગ, આઈટી અને ઈન્ડસ્ટ્રીયલ્સ સેક્ટર્સના શેરોમાં ખરીદી વધી છે.આગામી દિવસોમાં જો ચૂંટણીના ધાર્યા પરિણામો મળ્યા તો ડીઆઈઆઈ, હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ, અને રિટેલ રોકાણકારો મોટાપાયે ખરીદી કરી શકશે.લોકસભા ચૂંટણી પરિણામો બાદ શેરબજારમાં વાસ્તવિક સુધારો જોવા મળશે. દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી સત્તા સંભાળશે તે અંગે શેરબજાર ચિંતાતુર છે. બીજી બાજુ લોકો ને ડર છે કે જો મોદી સરકાર ફરીથી સત્તામાં નહીં આવે તો શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી શકે છે. જો મોદી સરકાર અથવા એનડીએ ૨૭૨થી વધુ સીટો જીતે છે તો શેરબજારમાં બમ્પર વધારો નોંધાઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.