રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૩.૦૧.૨૦૨૪ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૭૧૮૯૨.૪૮ સામે ૭૧૮૩૨.૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૧૩૦૩.૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૮.૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૫.૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૧૩૫૬.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૧૭૫૬.૭૫ સામે ૨૧૭૨૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૫૭૯.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૦.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૧.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૫૯૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
બુધવારે BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં નોંધપાત્ર નબળાઈ નોંધાઈ હતી.BSE સેન્સેક્સ ૫૩૬ પોઈન્ટની નબળાઈ સાથે ૭૧૩૫૬ના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ૧૬૧ પોઈન્ટની નબળાઈ સાથે ૨૧૫૯૫ ના સ્તર પર બંધ થયો છે. બેંક નિફ્ટી ફ્યુચર ૬૦ પોઈન્ટની ઉછાળા સાથે ૪૮૦૦૬ના સ્તર પર બંધ થયો છે. રેડ સી-રાતા સમુદ્રમાં અમેરિકાએ હથી ચાંચિયાઓની બોટોને મિસાઈલથી નાશ કરતાં અને બીજી તરફ આ મામલે ઈરાને યુદ્વ જહાજો મોકલતાં જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતાં અને કોરોનાના નવા વાઈરસના કેસો વધતાં ચિંતા અને જાપાનમાં ભૂકંપે સર્જેલા વિનાશ અને ચાઈનામાં આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર પર અસરના અંદાજો વચ્ચે વિકાસશીલ રાષ્ટ્રોના બજારોમાં ફંડોએ સાવચેતીમાં શેરોમાં વધુ ઓફલોડિંગ કરતાં નરમાઈ રહી હતી.શેરબજારમાં ટોપ લૂઝર્સની યાદીમાં આઈટી અને મેટલ સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. બુધવારે શેરબજારના કામકાજમાં ઘણો ઉતાર-ચઢાવ નોંધાયો હતો.શેરબજારના સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ ૧૦૦ અને બીએસઈ સ્મોલ કેપ લીલા રંગમાં કામ કરી રહ્યા હતા જ્યારે નિફ્ટી આઈટી અને નિફ્ટી બેંક સૂચકાંકો નબળાઈ નોંધાવી હતી.
મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરીએ તો, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને ઈન્ડસઈન્ડ બેન્ક ,ઈન્ડીગો,TVS મોટર્સ,હેવેલ્લ્સ,સન ફાર્મા,લાર્સેન,સિપ્લા,લ્યુપીન,એક્સીસ બેંક,ગ્લેનમાર્ક ફાર્મા,મુથૂટ ફાઇનાન્સ, IRCTC, એક્સિસ બેન્ક,ICICI બેન્કના શેરમાં થોડો વધારો થયો હતો, જ્યારે ગ્રાસીમ,ટાટા કેમિકલ્સ,બાટા ઇન્ડિયા,ફેડરલ બેન્ક, હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ફોસિસ ,ટાટા મોટર્સ, SBI કાર્ડ, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, HDFC બેંક અને ઇન્ફોસિસના શેરમાં નબળાઈ નોંધાઈ રહી છે.
બુધવારે અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળ્યા બાદ અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં બમ્પર વધારો નોંધાયો હતો. ACC સિમેન્ટના શેરમાં પણ નજીવો વધારો નોંધાઈ રહ્યો છે.અદાણી એનર્જી સોલ્યુશન્સ ૧૧%, અદાણી ટોટલ ગેસ ૧૦%, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પાવર ૫%,અદાણી વિલ્મર અને એનડીટીવી ૪%, અદાણી એન્ટરપ્રાઇઝીસ ૨%, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ એક-એક ટકા વધ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૪ અને વધનારની સંખ્યા ૧૬૪૩ રહી હતી,૧૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૨૦% નો ઉછાળો અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૩૦% નો ઉછાળો જોવા મળ્યો હતો.
બજારની ભાવિ દિશા….મિત્રો,વર્ષ ૨૦૨૪ના પ્રથમ આગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ અવિરત વહેતો રહેવાના સંજોગોમાં બજાર નવા વિક્રમોની હારમાળા હજુ સર્જતું રહે એવી શકયતા છે. વર્ષ ૨૦૨૩ ભારતીય શેર બજારોમાં રોકાણકારોને અઢળક કમાણી કરાવી આપી અનેક વિક્રમો સજી ઐતિહાસિક તેજીએ વિદાય લીધી છે.વૈશ્વિક આર્થિક-સામાજિક-સરહદી અસ્થિરતા અને મૂલ્યાંકનની ચિંતાઓ છતા ઊભરતા બજારના તમામ સાથીદારોને પાછળ છોડી દીધા હતા.નવા સપ્તાહમાં હવે ડિસેમ્બર મહિનાના ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના જાહેર થનારા આંકડા,મેન્યુફેકચરીંગ અને સર્વિસિઝના એસ એન્ડ પી ગ્લોબલ પરચેઝ મેનેજર્સ ઈન્ડાઈસીસ-આંક પર બજારની નજર રહેશે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ડિસેમ્બર ૨૦૨૩માં યોજાયેલી યુ.એસ. ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગની મીનિટ્સ પર અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા સહિતના વૈશ્વિક ચલણોના મૂલ્યમાં વધઘટ પર વૈશ્વિક બજારોની રહેશે. આથી વિશેષ હવે નવા વર્ષ ૨૦૨૪માં ફોરેન ફંડોનું ફંડ એલોકેશન-ફાળવણી વિવિધ વૈશ્વિક બજારો માટે કેટલી કરવામાં આવે છે એના અંદાજો પણ ભારતીય બજારોમાં ફરી તેજીનો ટ્રેન્ડ આગળ વધશે કે કરેકશનનો ટ્રેન્ડ આગળ વધશે એ મહત્વનું રહેશે. વર્ષ ૨૦૨૪ના પ્રથમ આગામી સપ્તાહમાં ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ અવિરત વહેતો રહેવાના સંજોગોમાં બજાર નવા વિક્રમોની હારમાળા હજુ સર્જતું રહે એવી શકયતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.