રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૬.૧૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૧૧૦૬.૯૬ સામે ૭૧૦૯૭.૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૧૦૧૨.૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૯.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ પોઈન્ટના ૨૨૯.૮૪ ઉછાળા સાથે ૭૧૩૩૬.૮૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૧૪૦૨.૩૫ સામે ૨૧૪૦૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૧૩૬૨.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૯.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૬.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૪૯૯.૧૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
ચાલુ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારનું ટ્રેડિંગ ઉચ્ચ સ્તરે સમાપ્ત થયું હતું. મંગળવારે BSE સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૩૩૬.૮૦ ના સ્તરે બંધ થયો હતો,જ્યારે નિફ્ટી ફ્યુચર ૯૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૪૯૯.૧૫ ના સ્તર પર બંધ થયો હતો.જ્યારે બેંક નિફ્ટી ફ્યુચર ૩૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૭૮૮૭ ના સ્તર પર બંધ થયો હતો. શેરબજારની કામગીરીમાં મેટલ, ઓઈલ અને ગેસ સેક્ટરના હિસાબે ટોપ ગેઈનર્સની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શેરબજારનો કારોબાર મંગળવારે ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો હતો. જો આપણે મુખ્ય સૂચકાંકો વિશે વાત કરીએ, તો નિફ્ટી મિડકેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં વધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટી આઈટી લાલ નિશાનમાં બંધ થયો હતો.
શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, ઈન્ડીગો,કોટક બેંક,લાર્સેન,ACC લીમીટેડ ,ગ્રાસીમ,ગોદરેજ પ્રોપ, લ્યુપીન,સિપ્લા,વોલ્ટાસ,હેવેલ્લ્સ,ટેક મહિન્દ્રા,IRCTC, અશ્નિષા ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, મારુતિ સુઝુકી, એક્સિસ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ICICI બેન્કના ,ઈન્ડિયન ઓઈલ, ગલ્ફ ઓઈલ, વોકહાર્ટ, હજૂર મલ્ટી પ્રોજેક્ટ્સ, ગેઈલ, સર્વોટેક પાવર, ડીપી વાયર્સ, ફેડરલ બેન્ક, પતંજલિ ફૂડ્સ, SBI કાર્ડ, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ અને મુથૂટ ફાઈનાન્સ,આઈટીસી લિમિટેડના શેરો તેજી સાથે ટ્રેડ થયા હતા, જ્યારે HCL ટેકનોલોજી,બાટા ઇન્ડિયા,ગ્લેનમાર્ક ફાર્મા,સન ટીવી,બંધન બેંક, ચેમ્બોન્ડ કેમિકલ, વીસીએલ ઈન્ડસ્ટ્રીઝના શેરો ટ્રેડ થઈ રહ્યા હતા. પંજાબ નેશનલ બેન્ક, કજરિયા સિરામિક્સ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન, પેટીએમ, સાઉથ ઈન્ડિયન બેન્ક અને ઈરેડાના શેરમાં નબળાઈ જોવા મળી હતી.
મંગળવારે સોનું ૧૪૭ રૂપિયાના ઉછાળા સાથે ૬૦૬૩૧ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે ડૉલરમાં પણ થોડો વધારો જોવા મળ્યો હતો. મંગળવારે શેરબજારના કારોબારના અંતે, અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી છ કંપનીઓના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે અદાણી પાવર, અદાણી વિલ્મર અને અદાણી ટોટલ ગેસના શેરમાં નબળાઈ નોંધાઈ હતી.પ્રમોટરે અદાણી ગ્રીન એનર્જીમાં રૂ.૯૩૫૦ કરોડનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. આનો ઉપયોગ કંપનીની લોન અને ફંડ કેપેક્સ ચૂકવવા માટે કરવામાં આવશે.અદાણી ગ્રીન એનર્જી લગભગ ૪%ના વિકાસ દરે કામ કરી રહી હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૭ અને વધનારની સંખ્યા ૨૩૩૧ રહી હતી,૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૭૨% નો ઉછાળો અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૪૮% નો ઉછાળો જોવા મળ્યો હતો.
બજારની ભાવિ દિશા….મિત્રો, ઓવરહીટ ઐતિહાસિક તેજીના ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં અનિવાર્ય અને અપેક્ષિત કરેકશન આવ્યું છે. ત્રણ રાજયોમાં ભાજપના વિજય બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ દ્વારા ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અસાધારણ આર્થિક વિકાસ કરશે એવી દૂરંદેશી મેળવી અને વર્ષ ૨૦૨૪માં ફરી કેન્દ્રમાં સત્તા પર આવશે એવા વિશ્વાસે ડિસેમ્બર મહિનામાં શેરોમાં મોટાપાયે ખરીદદાર બનતાં સેન્સેક્સે અને નિફટીએ નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી. અલબત તેજીના આ વિક્રમી તોફાનમાં લાર્જ કેપથી વિશેષ મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેરો અને રોકડાના અનેક શેરોમાં જોવા મળેલા તેજીનું બેફામ તોફાન અત્યંત જોખમી તબક્કે પહોંચી ગયું હતું. ફંડામેન્ટલ વિના કંપનીઓના શેરોને બેરોકટોક અસાધારણ ચગાવી મૂકવામાં આવ્યા હતા. આ બ્રેક વિના દોડતી ગાડી આગળ જતાં મોટા અકસ્માત ન સર્જે એ માટે સ્પિડબ્રેકર લગાવવું આવશ્યક હતું. જે ગત સપ્તાહમાં સેન્સેક્સમાં ૯૩૦ પોઈન્ટના આંચકા સાથે મિડ કેપ, સ્મોલ કેપ ઈન્ડેક્સમમાં ૧૫૦૦ પોઈન્ટ જેટલો આંચકો આપીને ઓવરહીટ સ્મોલ, મિડ કેપ શેરોની તેજીને બ્રેક લગાવવામાં આવી હતી. આ વર્ષના છેલ્લા પાંચ દિવસમાં શેરબજાર વર્તમાન સ્તરે કોન્સોલિડેટ થઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.