Home Uncategorized નિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

39
0

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૭.૦૯.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૯૪૫.૪૫ સામે ૬૫૯૨૫.૬૪  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૫૪૯.૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨૨.૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૩.૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૬૧૧૮.૬૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૬૭૭.૦૫ સામે ૧૯૬૩૪.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૫૪૩.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨.૬૨  પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૭૧૯.૬૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

યુએસ બજારોમાં નબળા વલણ અને સતત વિદેશી ફંડ આઉટફ્લો વચ્ચે બુધવારે બજાર ખૂલતાં ભારતીય સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો,પરંતુ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં વધારો થવાને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂતી નોંધાઈ હતી.એશિયન બજારોમાં, સિઓલ અને ટોક્યો ઈન્ટ્રાડે ટ્રેડમાં નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા,જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ ગ્રીનમાં હતા.ભારતીય શેરબજારમાં બપોરે મજબૂતી જોવા મળી હતી.સેન્સેક્સ પેકના ૩૦ શેરોમાંથી ૨૧ લીલા નિશાન સાથે બંધ થયા હતા.સેન્સેક્સમાં લિસ્ટેડ શેર્સમાં સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં વધારો નોંધાયો હતો. જ્યારે બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, ટાઇટન અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ઘટાડો થયો હતો.

BSE સેન્સેક્સ પર ઓમેક્સ લિમિટેડના શેર ૧૭.૧૮%ના ઉછાળા સાથે ટોપ ગેઇનર્સમાં સામેલ હતા.સેન્કો ગોલ્ડનો શેર ૧૪.૪૦% વધ્યો. એ જ રીતે સાઈ સિલ્કનો શેર ૧૦.૩૧%, ઉજ્જીવાલ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો શેર ૮.૮૯%, ટાટા ઇન્વેસ્ટમેન્ટનો શેર ૮.૭૭% વધ્યો હતો આંશેર ઉછાળા સાથે બંધ થયા હતા.BSE સેન્સેક્સ પર વેદાંતા લિમિટેડનો શેર ૬.૬૯% ના ઘટાડા સાથે ટોપ લૂઝર્સમાં હતો. એબી કોટ્સસ્પિન ૪.૯૭% ઘટ્યો અને ફ્યુચર લાઇફસ્ટાઇલ, KIOCL લિમિટેડ અને ઝેન્સાર ટેક્નોલોજીનાશેર ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ,નિફટી બેઝડ ફંડોની સાધારણ તેજી સાથે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ સાધારણ ઉછાળા પર બંધ થયા છે.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૮ અને વધનારની સંખ્યા ૨૦૧૦ રહી હતી,૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૭૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૬૮% નો ઉછાળો જોવા મળ્યો હતો.

બજારની ભાવિ દિશા….મિત્રો,વૈશ્વિક મોરચે ફરી ફુગાવા-મોંઘવારીના પરિબળે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકોને સાવચેત કરી દઈ હાલ તુરત વ્યાજ દરમાં ઘટાડો કરતાં અટકાવી ફરી નવો વધારો કરવા માટે વિચારતા કરી દીધા છે. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વાર ગત સપ્તાહમાં વ્યાજ દર અપેક્ષિત યથાવત રાખવામાં આવ્યા છતાં પરિસ્થિતિ હજુ સાનૂકુળ નહીં હોવાથી ચાલુ વર્ષમાં ૦.૨૫%નો એક વધુ વધારો શકય હોવાનું અને વર્ષ ૨૦૨૪માં એક ટકાના બદલે હવે અડધા ટકાનો જ વ્યાજ દર ઘટાડો કરવાના સંકેત આપીને સાવચેતી બતાવી છે. જેની અસર સાથે ચાઈના સ્ટીમ્યુલસ પર સ્ટીમ્યુલસ પગલાં  લઈને અર્થતંત્રને પટરી પર લાવવાના પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ આ છતાં અનિશ્ચિતતા સાથે અસ્થિરતાની પરિસ્થિતિ હજુ કાયમ છે. ઘર આંગણે શેર બજારોમાં ઐતિહાસિક તેજી પછી જી-૨૦ મીટિંગ બાદ અપેક્ષિત મોટું કરેકશન આવ્યું છે. , મિડ કેપ કંપનીઓ-શેરોમાં બેફામ તેજી બાદ ઓવર વેલ્યુએશને ફંડો,લાલબત્તી બતાવી અનેક શેરોમાં ઓવરબોટ પોઝિશનને હળવી થતા અનેક શેરોમાં મોટા ગાબડાં પડતાં જોવાયા છે.જ્યારે સ્મોલ, મિડ કેપ ફોક્સ ફંડો હવે લાર્જ કેપ શેરો તરફ કેટલુંક ફંડ શિફ્ટ કરતાં જોવાયા છે. આ બદલાતાં પ્રવાહમાં અત્યારે બજારમાં અનિવાર્ય કરેકશન આવી શકે છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field