રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૫.૦૯.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૬૦૦૯.૧૫ સામે ૬૬૦૮૨.૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૭૬૪.૦૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૧.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪.૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૬૦૨૩.૬૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૭૦૮.૨૫ સામે ૧૯૭૨૨.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૬૨૬.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૬.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૩.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૭૦૪.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
અત્યંત અસ્થિર ભારતીય શેરબજારમાં સોમવારે સ્થાનિક શેરબજારો ફલેટ સ્તરે બંધ થયા હતા. BSE સેન્સેક્સ ૧૪.૫૪ પોઈન્ટ સાથે ૬૬૦૨૩.૬૯ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.NSE નિફ્ટી ફ્યુચર ૩.૫૦પોઈન્ટ ઘટાળા સાથે ૧૯૭૦૪.૭૫ પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો.જો વિવિધ ક્ષેત્રોની વાત કરીએ તો રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ ૧.૫% ના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે બેન્ક ઈન્ડેક્સ ૦.૩%ના વધારા સાથે બંધ રહ્યો હતો. આઇટી ઇન્ડેક્સમાં ૦.૭% અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં ૦.૩%નો ઘટાડો જોવા મળ્યો હતો.તે જ સમયે, સ્મોલકેપ ઇન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો આજે બજાજ ફાઇનાન્સના શેરમાં ૪%નો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, બર્જર પેઇન્ટ્સમાં ૮% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બજાજ ફાઇનાન્સ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને અપોલો હોસ્પિટલના શેરમાં નિફ્ટી પર સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.
BSE સેન્સેક્સ પર બજાજ ફાઇનાન્સનો શેર સૌથી વધુ ૪.૪૫%ના ઉછાળા સાથે બંધ થયો હતો.એ જ રીતે બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેંક અને એશિયન પેઈન્ટ્સના શેર પણ ૧% થી વધુના વધારા સાથે બંધ થયા હતા. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, મારુતિ, નેસ્લે ઈન્ડિયા અને ટાઇટનના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.
BSE સેન્સેક્સ પર ઈન્ફોસિસ,સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને વિપ્રોના શેર ૧% થી વધુના નુકસાન સાથે બંધ થયા હતા. આ સિવાય ટીસીએસ, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક, એચસીએલ ટેક, એસબીઆઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને આઈટીસીના શેર ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ,નિફટી બેઝડ ફંડોની સાધારણ તેજી સાથે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ સાધારણ ઉછાળા પર બંધ થયા છે.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૦૫ અને વધનારની સંખ્યા ૧૮૭૧ રહી હતી,૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૦૪% નો ઉછાળો જોવા મળ્યો હતો.
બજારની ભાવિ દિશા….મિત્રો,વૈશ્વિક મોરચે ફરી ફુગાવા-મોંઘવારીના પરિબળે વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકોને સાવચેત કરી દઈ હાલ તુરત વ્યાજ દરમાં ઘટાડો કરતાં અટકાવી ફરી નવો વધારો કરવા માટે વિચારતા કરી દીધા છે. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વાર ગત સપ્તાહમાં વ્યાજ દર અપેક્ષિત યથાવત રાખવામાં આવ્યા છતાં પરિસ્થિતિ હજુ સાનૂકુળ નહીં હોવાથી ચાલુ વર્ષમાં ૦.૨૫%નો એક વધુ વધારો શકય હોવાનું અને વર્ષ ૨૦૨૪માં એક ટકાના બદલે હવે અડધા ટકાનો જ વ્યાજ દર ઘટાડો કરવાના સંકેત આપીને સાવચેતી બતાવી છે. જેની અસર સાથે ચાઈના સ્ટીમ્યુલસ પર સ્ટીમ્યુલસ પગલાં લઈને અર્થતંત્રને પટરી પર લાવવાના પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ આ છતાં અનિશ્ચિતતા સાથે અસ્થિરતાની પરિસ્થિતિ હજુ કાયમ છે. ઘર આંગણે શેર બજારોમાં ઐતિહાસિક તેજી પછી જી-૨૦ મીટિંગ બાદ અપેક્ષિત મોટું કરેકશન આવ્યું છે. , મિડ કેપ કંપનીઓ-શેરોમાં બેફામ તેજી બાદ ઓવર વેલ્યુએશને ફંડો,લાલબત્તી બતાવી અનેક શેરોમાં ઓવરબોટ પોઝિશનને હળવી થતા અનેક શેરોમાં મોટા ગાબડાં પડતાં જોવાયા છે.જ્યારે સ્મોલ, મિડ કેપ ફોક્સ ફંડો હવે લાર્જ કેપ શેરો તરફ કેટલુંક ફંડ શિફ્ટ કરતાં જોવાયા છે. આ બદલાતાં પ્રવાહમાં અત્યારે બજારમાં અનિવાર્ય કરેકશન આવી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.