રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૫.૦૭.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૬૩૮૪.૭૮ સામે ૬૬૫૩૧.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૬૧૭૭.૬૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૮૧.૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯.૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૬૬૩૫૫.૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૬૯૨.૭૦ સામે ૧૯૭૪૪.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૬૩૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૨.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૧.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૬૯૧.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મંગળવારે સ્થાનિક શેરબજારમાં એફએમસીજી અને બેન્ક શેરોમાં ભારે વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ ૮૦ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી સાધરણ વધ્યો હતો અને તે ૧૯૭૦૦ની નીચે બંધ રહ્યો હતો.બજાર લગાતાર ત્રીજા સેશનમાં ઘટીને બંધ રહ્યું હતું.યૂએસ ફેડના નિર્ણય અગાઉ રોકાણકારો સાવધાની દાખવી રહ્યા છે અને ઉંચા મથાળે રોકાણનું જોખમ પણ ટાળી રહ્યા છે.બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો એએફએમસીજી, આઈટી, બેન્ક, કેપિટલ ગૂડ્ઝ, ટેકનો અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે પાવર, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્, ઓટો, ઓઈલ-ગેસ અને એનર્જી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ જેએસડબલ્યૂ સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૩.૩૩%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, એનટીપીસી, અલ્ટ્રાકેમ્કો, ટાટા મોટર્સ, ટાઈટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવરગ્રીડ અને એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં એશિયન પેઈન્ટ્સના શેરો સૌથી વધુ ૩.૯૫% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, લાર્સન એન્ડ ટુબ્રો, એસબીઆઈ, કોટક બેન્ક, વિપ્રો, એક્સિસ બેન્ક અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ હિન્દાલ્કોના શેરોમાં સૌથી વધુ ૪%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા સ્ટીલ, અલ્ટ્રાકેમ્કો અને એનટીપીસીનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ એશિયન પેઈન્ટ્સનાના શેરમાં ૪.૨૦% નો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, લાર્સન એન્ડ ટુબ્રો, બ્રિટાનિયા અને કોટક બેન્કનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૦ અને વધનારની સંખ્યા ૧૮૧૦ રહી હતી,૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૯% ઘટીને અને ૦.૩૧% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો,ભારતીય શેર બજારોમાં રોજબરોજ નવા વિક્રમો સર્જાતાં રહી ગત અઠવાડિયું તેજીના ઐતિહાસિક સપ્તાહ તરીકે ઉજવાયું હતું. ચોમાસાની સારી પ્રગતિના પરિણામે એક તરફ કૃષિ ક્ષેત્રે ચાલુ વર્ષમાં મબલક પાકની અપેક્ષા અને એના થકી મોંઘવારી-ફુગાવાને અંકુશમાં લેવાનું સરકાર માટે સરળ બનવાની અપેક્ષા અને ગ્રામીણ અર્થતંત્રની એના થકી મજબૂત વૃદ્વિએ આર્થિક વૃદ્વિને વેગ મળવાની અપેક્ષા અને કોર્પોરેટ કામગીરી પણ વધુ મજબૂત બનવાની અપેક્ષામાં સેન્ટીમેન્ટ તેજીનું રહ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી ફાઈનાન્શિયલ બિઝનેસને ડિમર્જ કરી જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડનું સર્જન કરીને રિલાયન્સના શેરધારકોનું સંપતિ સર્જન સાથે વેલ્યુઅનલોકિંગના શુભારંભે પણ બજારને નવું જોખમ આપ્યું હતું. પરંતુ તેજીના લાંબા દોર બાદ હંમેશ મુજબ આઈટી ક્ષેત્ર એટલે કે આઈટી કંપનીઓના પરિણામો-નેગેટીવ ડેવલપમેન્ટે બજારને અનિવાર્ય કરેકશન આપી દેવાતું હોય એમ ઈન્ફોસીસના ત્રિમાસિક પરિણામ સાથે સંપૂર્ણ નાણા વર્ષ ૨૦૨૪ માટેના આવક વૃદ્વિના અંદાજમાં ઘટાડા પાછળ બજારમાં કરેકશનના દરવાજા ખોલી દેવાયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.