રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૪.૦૯.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૩૮૭.૧૬ સામે ૬૫૫૨૫.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૨૮૫.૫૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૮.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૦.૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૬૨૮.૧૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૫૧૨.૧૦ સામે ૧૯૫૬૨.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૫૦૮.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૨.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૬૧૪.૩૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
સપ્તાહના પ્રથમ દિવસે શેરમાં ખરીદીને કારણે સ્થાનિક શેરબજારો જોરદાર ઉછાળા સાથે બંધ થયા હતા. યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો ન કરવાની સંભાવનાઓ અને બેઇજિંગ દ્વારા સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત વચ્ચે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. જેના કારણે આજે શરૂઆતી કારોબારમાં એશિયન શેરબજારોમાં તેજી જોવા મળી હતી. વિવિધ ક્ષેત્રોમાં ખરીદી વચ્ચે સ્થાનિક શેરબજારો સોમવારે સતત બીજા સત્રમાં તેજી સાથે બંધ થયા હતા.કોલ ઈન્ડિયાનો શેર નિફ્ટીમાં સૌથી વધુ ૪.૬૪%ના ઉછાળા સાથે બંધ થયો હતો. વિપ્રોના શેર ચાર ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા) અને નેસ્લે ઈન્ડિયામાં લગભગ એક ટકાનો તૂટયો હતો.તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે. પાવર, મેટલ, ઓટો, રિયલ એસ્ટેટ, ઓઇલ એન્ડ ગેસ અને પીએસયુ બેન્ક શેરોમાં ૧-૨.૮% ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ લગભગ એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
BSE સેન્સેક્સ પર વિપ્રોનો શેર ૪.૩૪% ના વધારા સાથે બંધ થયો હતો.એ જ રીતે એચસીએલ ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, ઈન્ફોસિસ, પાવરગ્રીડ, ટીસીએસ અને એસબીઆઈના શેર એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. આ સિવાય એચડીએફસી બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, મારુતિ અને ઇન્ડસઇન્ડ બેંકના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.જયારે આ સિવાય સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર ૦.૯૭% ઘટાડા સાથે સૌથી વધુ બંધ રહ્યો હતો. આ સિવાય એક્સિસ બેંક, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, ટાઈટન, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર ઘટાળા સાથે બંધ થયા હતા.
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોની સાધારણ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે સતત વ્યાપક લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૩૦૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૯ અને વધનારની સંખ્યા ૨૩૦૪ રહી હતી,૧૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૯૬% અને ૦.૮૪% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો, ચાઈનાના આર્થિક પડકારો સામે એડવાન્ટેજ ભારત હોય એમ ભારતના આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિના પ્રથમ ત્રિમાસિકના ૭.૮% પ્રોત્સાહક આંકડા જાહેર થવા સાથે મૂડીઝ, નોમુરા, મોર્ગન સ્ટેનલી સહિતે ભારત માટેના અંદાજોને સુધારીને મૂકતાં અને મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંકના પગલે ભારતીય શેર બજારોમાં લોકલ ફંડો-સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં જંગી ખરીદી સાથે ફોરેન ફંડો પણ નેટ ખરીદદાર બન્યા છે.તેજીના આ ફૂંફાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફરી તેજીનો વ્યાપ વધતો જોવાયો છે. પરંતુ અહીં આ તેજીના પ્રવાહમાં ઘણા શેરો ખર્ચાળ બન્યાનું અગાઉ કહ્યું એમ તેજીના અતિરેકમાં સાવચેત રહેવાની જરૂર છે. ન રહેવાય, ન સેવાય જેવો બજારનો અત્યંત લલચામણો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે.સસ્તું શું મળે છે એની શોધમાં ઈન્વેસ્ટરો પેન્ની શેરોમાં તણાવા લાગ્યા છે.જે આગળ જતાં જોખમી અને અફસોસ કરાવનારૂ ઘાતક નીવડી શકે છે.સ્મોલ, મિડ કેપ શેરો ઐતિહાસિક વેલ્યુએશનની તુલનાએ ખર્ચાળ-ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યા હોવાનું અને સેફટી માર્જિન રાખીને રોકાણ કરવાની સલાહ આપવાની શરૂઆત થઈ ગઈ છે..
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.