Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

34
0

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૬.૦૯.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૭૮૦.૨૬ સામે ૬૫૭૪૪.૧૯  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૪૮૮.૦૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૩.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૦.૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૭૮૦.૨૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૬૫૩.૫૫ સામે ૧૯૬૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૫૫૬.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૭.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧.૬૫  પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૬૬૫.૨૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

સ્થાનિક શેરબજાર તેજી સાથે બંધ થયા છે.BSE સેન્સેક્સ ૧૦૦.૨૬ પોઈન્ટ વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે, NSE નિફ્ટી ફ્યુચર ૧૨.૦૦ વધારા સાથે બંધ થયો હતો. નિફ્ટી પર ટાટા કન્ઝ્યુમરના શેર સૌથી વધુ ૪.૧૧%ના ઉછાળા સાથે બંધ થયા છે. એ જ રીતે ડિવિસ લેબ્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક અને બ્રિટાનિયાના શેર ૧% થી વધુના વધારા સાથે બંધ થયા હતા. તે જ સમયે, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો અને એક્સિસ બેન્કના શેર ૧%થી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા. અમેરિકી ડોલર સામે આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો ૧૦ પૈસા નબળો પડીને ૮૩.૧૩ ના સ્તર પર પહોંચ્યો હતો. આ પહેલા મંગળવારે તે ૮૩.૦૩ ના સ્તર પર બંધ થયો હતો. જો આપણે વિવિધ ક્ષેત્રોની વાત કરીએ તો એફએમસીજી ઇન્ડેક્સમાં એક ટકાનો વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ અને પાવર ઇન્ડેક્સ ૦.૫-૦.૫% ના વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ મેટલ, રિયલ એસ્ટેટ અને બેન્ક ઈન્ડેક્સ ૦.૪-૧% ના ઘટાડા સાથે બંધ થયા છે.

BSE સેન્સેક્સ પર ભારતી એરટેલનો શેર સૌથી વધુ ૧.૫૭% ના વધારા સાથે બંધ થયો હતો.આ સિવાય ટાઇટન, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઇટીસીના શેર એક-એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. આ સિવાય સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, નેસ્લે ઈન્ડિયા અને રિલાયન્સના શેર ઉછાળા સાથે બંધ થયા હતા.જયારે આ સિવાય સેન્સેક્સ પર, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, વિપ્રો, જેએસડબ્લ્યુ સ્ટીલ, એસબીઆઈ, ઈન્ફોસિસ અને ટાટા મોટર્સના શેર ઘટાળા સાથે બંધ થયા હતા.

સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોની સાધારણ તેજી સાથે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ નોટ પર બંધ થયા છે.બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૨ અને વધનારની સંખ્યા ૧૯૫૫ રહી હતી,૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ ઈન્ડેક્સમાં ૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૦૬% નો વધારો જોવા મળ્યો હતો.

બજારની ભાવિ દિશા….મિત્રો, તેજીના આ ફૂંફાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફરી તેજીનો વ્યાપ વધતો જોવાયો છે. પરંતુ અહીં આ તેજીના પ્રવાહમાં ઘણા શેરો ખર્ચાળ બન્યાનું અગાઉ કહ્યું એમ તેજીના અતિરેકમાં સાવચેત રહેવાની જરૂર છે.સ્મોલ, મિડ કેપ શેરો ઐતિહાસિક વેલ્યુએશનની તુલનાએ ખર્ચાળ-ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યા હોવાનું અને સેફટી માર્જિન રાખીને રોકાણ  કરવાની સલાહ આપવાની શરૂઆત થઈ ગઈ છે.વૈશ્વિક મોરચે ચાઈનાની હજુ અનિશ્ચિતતાની પરિસ્થિતિ સાથે ક્રુડ ઓઈલના ફરી વધતાં ભાવ અને અમેરિકામાં બેરોજગારીમાં વૃદ્વિ અને રોજગારીમાં અપેક્ષાથી ઓછી ૧.૮૭ લાખ વૃદ્વિના આંકડા અને ઘર આંગણે ચોમાસું ઓગસ્ટમાં ઐતિહાસિક ૧૨૨ વર્ષનો ઓછા વરસાદનો રેકોર્ડ થતાં ચિંતા વધી છે.ચાઈનાના આર્થિક પડકારો સામે એડવાન્ટેજ ભારત હોય એમ ભારતના આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિના પ્રથમ ત્રિમાસિકના ૭.૮% પ્રોત્સાહક આંકડા જાહેર થવા સાથે મૂડીઝ, નોમુરા, મોર્ગન સ્ટેનલી સહિતે ભારત માટેના અંદાજોને સુધારીને મૂકતાં અને મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંકના પગલે ભારતીય શેર બજારોમાં લોકલ ફંડો-સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં જંગી ખરીદી સાથે ફોરેન ફંડો પણ નેટ ખરીદદાર બન્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field