Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૫૦૫ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૫૦૫ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

41
0

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૮.૧૧.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૪૯૪૨.૪૦ સામે ૬૫૧૦૧.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૪૮૫૧.૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૩.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩.૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૪૯૭૫.૬૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૪૭૬.૯૦ સામે ૧૯૫૧૨.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૪૬૭.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૭.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૪૮૮.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

બુધવારે શેરબજારનું કામકાજ મામૂલી ઉછાળા સાથે સમાપ્ત થયું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર લગભગ ૧૧.૧૦ પોઈન્ટ વધીને ૧૯૪૮૮.૦૦ ના સ્તર પર બંધ થયો હતો.નિફ્ટી મિડકેપમાં એક ટકાનો વધારો થયો છે જ્યારે નિફ્ટી બેન્કમાં લગભગ ૦.૨૩% ની નબળાઈ નોંધાઈ છે. BSE સેન્સેક્સ બુધવારે ૩૩.૨૧ પોઈન્ટના વધારા સાથે ૬૪૯૭૫ ના સ્તર પર બંધ થયો હતો. બુધવારે દિવસના કારોબાર દરમિયાન શેરબજારમાં ઘણી વધઘટ નોંધાઈ હતી. ઈન્ડેક્સ બેઝડ આજે સેન્સેક્સ, નિફટીમાં વૈશ્વિક બજારો પાછળ સાવચેતી સામે ફંડો, ઓપરેટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત સક્રિય રહી તેજી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ જળવાઈ રહી હતી. વૈશ્વિક અર્થતંત્ર માટે ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરતું જઈ મિડલ ઈસ્ટમાં વધતી અશાંતિના પરિણામે ખતરાંના સંકેત તમ જ વૈશ્વિક મંદીના ભય  વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી તૂટતાં વૈશ્વિક બજારોમાં ધોવાણ પાછળ ભારતીય  શેર બજારોમાં પણ ફંડો સાવચેત બની ગયા હતા. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની એકંદર લેવાલી રહી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની સતત પસંદગીની લેવાલી રહેતાં તેજી જળવાઈ હતી. પીએસયુ કંપનીઓના શેરોમાં ફંડોએ વ્યાપક ખરીદી કરી હતી.નિફ્ટી આઈટીમાં ૦.૨૧% ની નબળાઈ નોંધાઈ હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં નબળાઈને કારણે એનર્જી શેરોમાં વધારો નોંધાયો હતો. ગૌતમ અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી ૭ના શેરમાં વધારો નોંધાયો હતો જ્યારે અદાણી ટોટલ ગેસ અને એસીસી લિમિટેડના શેરમાં નબળાઈ નોંધાઈ હતી.

BSE સેન્સેક્સ પેકમાં શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, એશિયન પેઇન્ટ અને સિપ્લા, ICICI બેંક, SBI કાર્ડ્સ, ઇન્ફોસિસ લિમિટેડસન ફાર્મા, બીપીસીએલ, એનટીપીસી અને ડો. રેડ્ડીઝ લેબ્સના શેરનો સમાવેશ થાય છે, BSE સેન્સેક્સ પેકમાં હેવેલ્સ,આશાનિષા ઇન્ડસ્ટ્રીઝ, મોટોકોર્પ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા લિમિટેડ અને બજાજ ફાઈનાન્સના, મારુતિ સુઝુકી, જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસી, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા,ઓમ ઈન્ફ્રા, યુનિપાર્ટ્સ ઈન્ડિયા, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ,ગતિ લિમિટેડના શેર નબળાઈ પર બંધ થયા છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૨ અને વધનારની સંખ્યા ૨૦૨૩ રહી હતી,૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૭૮% અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૬૦% નો ઉછાળો જોવા મળ્યો હતો.

બજારની ભાવિ દિશા….મિત્રો, કોર્પોરેટ પરિણામો પણ એકંદર સારા આવી રહ્યા હોઈ લોકલ ફંડોની સતત ખરીદી સામે સપ્તાહના અંતે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી અટકતી જોવાઈ છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહેવાના પોઝિટીવ પરિબળ રહ્યું છે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિઝલ્ટ બાદ ૯, નવેમ્બર ૨૦૨૩ના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પરિણામ અને ૧૦,નવેમ્બર ૨૦૨૩ના હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, ઓએનજીસીના રિઝલ્ટ પર બજારની નજર રહેશે. આ સાથે  જીઓપોલિટીકલ ટેન્શન હળવું થાય છે કે વધે છે એ પ્રમુખ પરિબળ રહેશે, ૩૦,નવેમ્બર દરમિયાન યોજાનારી પાંચ રાજયોની ચૂંટણીઓ પર નજર રહેશે. જેમાં મિઝોરમમાં ૭,નવેમ્બરના થનારા મતદાન અને ૧૭,નવેમ્બર ૨૦૨૩ના મધ્ય પ્રદેશ, ૨૫, નવેમ્બર ૨૦૨૩ના રાજસ્થાનમાં મતદાન અને ૩૦, નવેમ્બર ૨૦૨૩ના તેલંગણા અને ૭ તેમ જ ૧૭ નવેમ્બર ૨૦૨૩ના બે તબક્કામાં છત્તીસગઢમાં થનારા મતદાન પર બજારની નજર રહેશે. ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરી રહ્યું હોવા છતાં જીઓપોલિટીકલ ટેન્શનને અવગણીને ગત સપ્તાહમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખીને હવે વ્યાજ દર વધારાનું સાઈકલ અટક્યાના અને આગામી દિવસોમાં ઘટાડા તરફી થવાના અંદાજો સાથે બોન્ડ યીલ્ડ ઘટતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારો પણ કરેકશન પૂરું કરીને તેજી તરફ ફંટાયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field