Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

35
0

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૯.૦૮.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ:- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૪૯૯૬.૬૦ સામે ૬૫૨૦૧.૩૫  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૪૯૫૬.૬૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૨૭.૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૯.૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૦૭૫.૮૨ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૩૨૧.૩૦સામે ૧૯૩૫૧.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૩૦૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૦.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪.૪૫  પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૩૪૫.૭૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

સપ્તાહના બીજા દિવસે મંગળવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. નબળા આર્થિક ડેટાને કારણે ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે તેવી શક્યતાને કારણે વૈશ્વિક બજારમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે, સેક્ટર મુજબના અને મિડ અને સ્મોલ-કેપ શેરોની સરખામણીએ મોટા શેરોમાં કોઈ ખાસ હલચલ જોવા મળી નથી. નિફ્ટી પર જીઓ ફાઇનાન્શિયલનો શેર પાંચ ટકાની ઉપલી સર્કિટ સાથે બંધ થયો હતો. એ જ રીતે યુપીએલ અને હિન્દાલ્કોના શેર પણ બે ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. નિફ્ટી પર ભારતી એરટેલ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના શેર એક-એક ટકાથી વધુ ઘટીને બંધ થયા હતા. જો આપણે વિવિધ ક્ષેત્રોની વાત કરીએ તો મેટલ, પાવર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક-એક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, PSU બેન્ક, FMCG અને ફાર્મા સંબંધિત ક્ષેત્રીય સૂચકાંકોમાં વેચવાલી જોવા મળી હતી.

BSE સેન્સેક્સ પેકમાં વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T)નો શેર સેન્સેક્સમાં સૌથી વધુ ૧.૨૫% ના વધારા સાથે બંધ રહ્યો હતો. એ જ રીતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેંક, મારુતિ, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એનટીપીસીના શેર પણ ઉછાળા સાથે બંધ થયા હતા.BSE સેન્સેક્સ પેકમાં ઘટાળા સાથે બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, ICICI બેંક અને ITCના શેર સેન્સેક્સ પર ઘટાળા સાથે બંધ થયા છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૧ અને વધનારની સંખ્યા ૨૦૭૨ રહી હતી,૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૫%-૦.૫% નો ઉછાળો જોવા મળ્યો હતો.

બજારની ભાવિ દિશા….મિત્રો,આગામી દિવસોમાં જીડીપી વૃદ્વિ, મેન્યુફેકચરીંગ અને સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંક, યુરોપના ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે.બજાર માટે મહત્વના ઈવેન્ટ્સમાં રિલાયન્સ ૩૧,ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ભારતના ત્રિમાસિક જીડીપી વૃદ્વિના જાહેર થનારા આંક, ૧,સપ્ટેમ્બર ૨૦૨૩ના ભારતના એસ એન્ડ પી ગ્લોબલ મેન્યુફેકચરીંગ પીએમઆઈના ઓગસ્ટ મહિનાના આંક અને વૈશ્વિક મોરચે ચાઈનાના એનબીએસ મેન્યુફેકચરીંગ પીએમઆઈ પણ ૩૧,ઓગસ્ટના જાહેર થનાર છે. આ સિવાય યુરો એરિયા ફુગાવાનો આંક પણ આ જ દિવસે જાહેર થનાર છે.ભારતીય શેર બજારોમાં પણ ગત સપ્તાહમાં વૈશ્વિક અનિશ્ચિત ચાલે ટ્રેન્ડમાં અસ્થિરતા સાથે નરમાઈ તરફી ઝોક જોવાયો છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ તેજી સામે ફ્રન્ટલાઈન-ઈન્ડેક્સ શેરોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના હેવી સેલીંગના કારણે સેન્ટીમેન્ટ ખરડાતું જોવાયું છે.વૈશ્વિક મોરચે બીજી તરફ ચાઈનાનું આર્થિક સંકટ વધતું જોવાઈ રહ્યું છે. ચાઈનામાં રિયાલ્ટી ક્ષેત્રે મોટા ભંગાણ સાથે કંપનીઓના નાદારી થવાના અને હોમ સેલ વધતું નહીં હોઈ ચાઈનીઝ સરકારે હોમ ખરીદી માટેના નિયમોને વધુ હળવા કરવાની ફરજ પડી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field