રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૮.૦૮.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૪૮૮૬.૫૧ સામે ૬૪૯૦૮.૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૪૭૭૬.૯૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૬.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૦.૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૪૯૯૬.૬૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૨૫૦.૩૦ સામે ૧૯૨૭૮.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૨૪૭.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૪.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૪.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯૩૧૪.૫૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
વૈશ્વિક સ્તરે મજબૂત વલણ વચ્ચે સોમવારે સ્થાનિક શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી.સોમવારે એશિયન શેરબજારોમાં મજબૂતી જોવા મળી હતી. તેનું કારણ એ છે કે ચીને તેની નબળી પડી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે કેટલાક નવા પગલાં લીધા છે. જો કે, યુએસ જોબ ડેટા અને ફુગાવા સંબંધિત ડેટા આગળ, રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ જાળવી રાખ્યું હતું.છેલ્લા બે સત્રોથી ચાલી રહેલા ઘટાડાનો ટ્રેન્ડ સોમવારે સમાપ્ત થયો. સપ્તાહના પ્રથમ સત્રમાં BSE સેન્સેક્સ ૧૧૦.૦૯ પોઈન્ટ વધીને બંધ થયો હતો.નિફ્ટી પર પાવરગ્રીડનો શેર સૌથી વધુ ૨.૭૭% ના ઉછાળા સાથે બંધ થયો હતો અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર ૨.૧૧% ના ઉછાળા સાથે બંધ થયા હતા. એફએમસીજી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા હતા. રિયાલિટી અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સમાં ૧%નો ઉછાળો જોવા મળ્યો હતો.
BSE સેન્સેક્સ પેકમાં વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T)નો શેર સેન્સેક્સમાં સૌથી વધુ ૨.૦૯% ના વધારા સાથે બંધ રહ્યો હતો. એ જ રીતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેંક, સન ફાર્મા, મારુતિ, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એનટીપીસીના શેર પણ ઉછાળા સાથે બંધ થયા હતા.
BSE સેન્સેક્સ પેકમાં ઘટાળા સાથે બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સેન્સેક્સ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ૦૧.૧૧%ના ઘટાડા સાથે બંધ થયો હતો.આ સિવાય નેસ્લે ઈન્ડિયા, એચસીએલ ટેક, ટાઈટન, આઈટીસી, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, વિપ્રો, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને બજાજ ફિનસર્વના શેર ઘટાળા સાથે બંધ થયા છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૭૫ અને વધનારની સંખ્યા ૨૦૬૩ રહી હતી,૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ૦.૫%નો વધારો જોવા મળ્યો છે.
બજારની ભાવિ દિશા….મિત્રો, ભારતીય શેર બજારોમાં પણ ગત સપ્તાહમાં વૈશ્વિક અનિશ્ચિત ચાલે ટ્રેન્ડમાં અસ્થિરતા સાથે નરમાઈ તરફી ઝોક જોવાયો છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ તેજી સામે ફ્રન્ટલાઈન-ઈન્ડેક્સ શેરોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના હેવી સેલીંગના કારણે સેન્ટીમેન્ટ ખરડાતું જોવાયું છે. વૈશ્વિક સ્તરે અને ઘર આંગણે ફરી મોંઘવારી-ફુગાવો વધવાની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની મીટિંગની મીટિંગમાં વ્યકત કરવામાં આવી છે. જ્યારે શુક્રવારે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન દ્વારા જેકશન હોલ ખાતેની સ્પિચમાં મોંઘવારીને કાબૂમાં લેવા હજુ વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય હોવાનો અપાયેલો સંકેત આગામી દિવસોમાં વધુ પડકારોને જોતાં સેન્ટીમેન્ટને ડહોળી શકે છે. વૈશ્વિક મોરચે બીજી તરફ ચાઈનાનું આર્થિક સંકટ વધતું જોવાઈ રહ્યું છે. ચાઈનામાં રિયાલ્ટી ક્ષેત્રે મોટા ભંગાણ સાથે કંપનીઓના નાદારી થવાના અને હોમ સેલ વધતું નહીં હોઈ ચાઈનીઝ સરકારે હોમ ખરીદી માટેના નિયમોને વધુ હળવા કરવાની ફરજ પડી છે. આ સ્ટીમ્યુલસના પગલાં છતાં ચાઈનામાં વિશ્વાસની કટોકટી વધુ તળીયે જવા લાગી હોઈ બજારોમાં હેમરીંગ વધતું જોવાઈ રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.