Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૪૭૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

33
0

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૮.૦૮.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૫૯૫૩.૪૮ સામે ૬૬૦૪૮.૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૭૫૨.૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૦૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૬.૯૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫૮૪૬.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૬૬૧.૦૫ સામે ૧૯૬૮૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૫૮૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૯.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૬૧૧.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

સ્થાનિક શેરબજારમાં મંગળવારે બે સેશનના ગેપ બાદ ફરી નરમાઈ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ઉતાર-ચઢાવ બાદ ૧૦૭ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯૬૫૦ની નીચે બંધ રહ્યો હતો. અમેરિકામાં ગુરુવારે ફુગાવાના આંકડા જારી થતા અગાઉ ગઈકાલે એટલે કે સોમવારે શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો અને તેને પગલે એશિયાના બજારમાં પણ પોઝિટિવ શરુઆત થઈ હતી.ઘરઆંગણે આરબીઆઈની પોલિસી બેઠક અગાઉ શેરબજારમાં વ્યાજ સેન્સિટિવ શેરોમાં વધઘટની શક્યતા છે. એફઆઈઆઈ સતત વેચવાલ બની રહી હોવાથી પણ ઘરેલૂ બજારમાં નરમ શરુઆત થઈ હતી.મેટલ, ટેલીકોમ, પાવર, ટેકનો અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, બેન્ક, ફાઈનાન્શિયલ અને ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી. 

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૧.૯૩% નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં વિપ્રો, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક અને ટાઈટનનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં પાવરગ્રીડના શેરો સૌથી વધુ ૨.૬૨% ઘટ્યા હતા. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યૂ સ્ટીલ, એચસીએલ ટેકનો, સન ફાર્મા, નેસ્લે ઈન્ડિયા અને રિલાયન્સનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ એસબીઆઈ લાઈફના શેરોમાં સૌથી વધુ ૩.૯૮%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, સિપ્લા અને વિપ્રોનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૨.૮૮%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિન્દાલ્કો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ડિવિસ લેબ અને જેએસડબલ્યૂ સ્ટીલનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૭ અને વધનારની સંખ્યા ૧૮૫૦ રહી હતી,૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૫% અને ૦.૨૫% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો, ભારતીય શેર બજારો હજુ ઓવરબોટ પોઝિશનમાં હોવાથી અનેક શેરોના ભાવો ઉછળી રહ્યા હોઈ તેજીનો ઘણા શેરોમાં અતિરેક થતો જોવાઈ રહ્યો છે. જે માટે હજુ કરેકશન અનિવાર્ય છે. જેથી તેજીના ફૂંફાળામાં લલચાઈને ગમે તે  ભાવે શેરો ખરીદવાની દોટ મૂકવાથી સાવચેત રહેવું જરૂરી છે. કોર્પોરેટ પરિણામોની સીઝન એકંદર પ્રોત્સાહક રહેવા સાથે ચોમાસાની સારી પ્રગતિ સહિતના પોઝિટીવ પરિબળો બજારના સેન્ટીમેન્ટ માટે સારા સંકેત છે.એટલે શેરોની પસંદગીમાં ખૂબ જ તકેદારી રાખવી અને માતબર વળતર મળી રહેતાં નફાની તારવણી કરતાં રહેવું પણ  સલાહભર્યું છે. ઉછાળા છેતરામણા નીવડી શકે છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા, કોર્પોરેટ પરિણામો, ચાઈના, અમેરિકાના ફુગાવાના આંક પર બજારની નજર રહેશે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસી કમિટી(એમપીસી)ની  આગામી દિવસોમાં ૮ થી ૧૦ ઓગસ્ટના મીટિંગ અને તેનો નિર્ણય ૧૦,ઓગસ્ટના જાહેર કરનાર હોઈ  એના પર બજારની નજર રહેશે.ચોમાસાની સારી પ્રગતિ વચ્ચે ફુગાવો અંકુશમાં લાવી શકવાનું પોઝિટીવ પરિબળ આકાર લઈ  રહ્યું હોઈ આ વખતે વ્યાજ  દર યથાવત રહેવાની શકયતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field