રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૩.૦૮.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૫૭૮૨.૭૮ સામે ૬૫૫૫૦.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૪૯૬૩.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૫૭.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૨.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૫૨૪૦.૬૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૯૫૯૬.૫૫ સામે ૧૯૫૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૯૩૯૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૮.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૮.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯૪૬૮.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...
ફિચે યૂએસ સોવરેન ગ્રેડ રેટિંગ ડાઉનગ્રેડ કરતાં વિશ્વભરના શેરબજારની મંદીની અસર ગુરુવારે પણ સ્થાનિક શેરબજારમાં જોવા મળી હતી અને શેરબજાર ૦.૮૨%ગગડ્યું હતું. બીએસઈ સેન્સેક્સ પણ ઓલરાઉન્ડ વેચવાલીથી વધુ ૫૪૨ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯૫૦૦ની નીચે બંધ રહ્યો હતો.આમ છેલ્લા બે સેશનમાં સેન્સેક્સમાં કુલ ૧૨૧૯ પોઈન્ટ્સનુ જંગી ધોવાણ થયું છે. વૈશ્વિક ફફડાટ ઉપરાંત યૂએસ બોન્ડ યીલ્ડ વધતાં ભારતના બજારમાંથી વિદેશી રોકાણકારો તેમનું રોકાણ પરત ખેંચી રહ્યા છે અને તેને કારણે બજારમાં મંદી વાળાઓની પકડ વધુ મજબૂત બની છે.બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો રિયલ્ટી, મેટલ, પાવર, એનર્જી, કેપિટલ ગૂડ્ઝ, ટેલીકોમ, રિયલ્ટી, ઓટો, ઓઈલ-ગેસ, બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી અને ટેકનો શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી.બીએસઈમાં ફાર્મા સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા અને બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. બજારમાં હજી વધુ કન્સોલિડેશન શક્ય છે.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૦.૬૦%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, સન ફાર્મા, કોટક બેન્ક, જેએસડબલ્યૂ સ્ટીલ અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં ટાઈટનના શેરો સૌથી વધુ ૨.૪૦% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાકેમ્કો, એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરોમાં સૌથી વધુ ૨.૪૮%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, ડિવિસ લેબ અને હિન્દાલ્કોનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ ટાઈટનના શેરમાં ૨.૩૯% નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઓએનજીસી, બજાજ ફિનસર્વ., આઈસીઆઈસીઆઈ બેન્ક અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૦ અને વધનારની સંખ્યા ૧૭૯૦ રહી હતી,૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૪% અને ૦.૧૩%વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, તેજીના અતિરેકને લાંબા સમયથી જરૂરી બની ગયેલી બ્રેક માટે અમેરિકાના ક્રેડિટ રેટીંગને ફિચ દ્વારા ડાઉનગ્રેડ કરવાને કારણ બનાવાયું હતું.વૈશ્વિક બજારોમાં યુરોપ,એશીયાના બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેર બજારોમાં લાંબા સમયથી વનસાઈડ બેલગામ બનેલી સાર્વત્રિક તેજીને વિરામ આપવો આવશ્યક બની ગયો હતો,અને આ માટે કોઈ જરૂરી નેગેટીવ કારણ માટે અમેરિકા નિમિત બન્યું હતું. ફોરેન ફંડો,મહારથીઓએ અનેક શેરોમાં ઓવરબોટ પોઝિશન સરખી કરવાની સાથે સ્મોલ,મિડ કેપ શેરોમાં તેજીનો મોટો વેપાર હળવો કર્યો હતો.વૈશ્વિક બજારોમાં હજુ સંભવિત ઉથલપાથલની ભારતીય બજારો પર કેવી અસર પડી શકે અને જાપાનીઝ યેન, ભારતીય રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં શરૂ થયેલું ધોવાણ નિફટી, સેન્સેક્સ બેઝડ વૈશ્વિક બજારો કેટલું તોફાન મચાવી શકે એના પર ખાસ નજર રહેશે. ડોલર સામે રૂપિયાના મૂલ્યની વધઘટ સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સપ્તાહના અંતે શેરોમાં વેચવાલી આગામી દિવસોમાં અટકશે કે વધશે કે પરિબળો પોઝિટીવ બનતાં અટકશે એના પર બજારની નજર રહેશે.આ પરિબળો, ઈવેન્ટ્સ વચ્ચે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફટી ફ્યુચરમાં અફડા-તફડી જોવાઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.