રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૯.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૩૩૮૪.૫૮ સામે ૬૩૪૭૪.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૩૦૪૭.૮૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૬.૮૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૬.૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૩૧૬૮.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૮૯૯.૧૫ સામે ૧૮૯૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૭૮૯.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૪.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૮.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૮૪૦.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
નવા ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે ઘરેલૂ શેરબજાર અપેક્ષાનુસાર ઉપર ખુલ્યું હતું.ત્યરબાદ તેજીમય બનેલા શેરબજાર પર બ્રેક વાગી હતી. યૂએસ ફેડના અધિકારીના વ્યાજદર વધારાની સાયકલ હજી પૂરી થઈ નથી તેવા નિવેદન બાદ બજારોમાં થોડો ફફડાટ વર્તાઈ રહ્યો છે.શુક્રવારે અમેરિકાના બજારો ઘટીને બંધ રહ્યા હતા.સવારે એશિયાના બજારોમાં ચીનના રેટ અંગેના નિર્ણય અગાઉ ગત સપ્તાહે જોવા મળેલા છેલ્લા પાંચ મહીનાના બેસ્ટ વીકલી પરફોર્મન્સ બાદ સાવધ વલણ જોવા મળ્યું હતું.
વિક્રમી ટોચની નજીક પહોંચી ગયેલા બેન્ચમાર્કમાં બપોરે વેચવાલીનું દબાણ વધ્યું હતું. ટેલીકોમ, પાવર અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલીથી બજાર ગગડ્યું હતું મિડકેપ શેર્સ પણ વેચવાલી જોવા મળી હતી.શેરબજારના બન્ને મુખ્ય સુચકાંકો ૫૨સપ્તાહની ટોચની નજીક પહોંચ્યા બાદ પાછા પડ્યા હતા.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ ૨.૨૪% નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, ટીસીએસ અને ટાઈટનનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં કોટક બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૭૨%નો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક, એનટીપીસી, હિન્દુસ્તાન યૂનિલિવર, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી અરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને રિલાયન્સનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ એચડીએફસી લાઈફના શેરોમાં સૌથી વધુ ૩.૦૩%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા અને ટીસીએસનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૩.૯૧%નો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિરો મોટોકોર્પ, કોટક બેન્ક, અદાણી પોર્ટ્સ અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૯૦ અને વધનારની સંખ્યા ૧૬૬૭ રહી હતી,૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૮% ઘટીને અને ૦.૨૪% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક બજારોમાં ગત સપ્તાહ શ્રેષ્ઠ નીવડયું,હવે એક તરફ રશીયાની ન્યુક્લિયર શસ્ત્રોની તૈયારી કરી રહ્યું છે અને બીજી તરફ કુદરતી આફતના અલનીનોના દુકાળની શકયતા વધી છે, ત્યારે ખાસ કરીને કુલ રોકાણના ૬૦% રોકાણ જાળવીને બાકી ૪૦% વેચીને હળવા થઈ રોકડ હાથ પર રાખવી આ તબક્કે સલાહભર્યું રહેશે.અત્યારે સાવચેત રહેવું જરૂરી રહેશે. ગત સપ્તાહમાં અમેરિકાની સેન્ટ્રલ બેંક યુ.એસ. ફેડરલ રિઝર્વે અપેક્ષા મુજબ વ્યાજ દર સ્થિર રાખ્યા છતાં હજુ વધારાનો સંકેત આપ્યો અને યુરોપીય સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યા છતાં ચાઈના પર વિશ્વની આર્થિક રિકવરી માટે મીટ માંડી બેસેલા ફંડોએ ચાઈનાના વ્યાજ દરમાં ઘટાડા અને સ્ટીમ્યુલસને પગલે વૈશ્વિક બજારોમાં તેજી કરી હતી.ચાઈના સાથે ઘર્ષણ ઘટાડવા અમેરિકાના બ્લિન્કિનની ચાઈના મુલાકાત સામે હજુ રશીયા-યુક્રેન મામલે ફરી ઉકળાટ વધવાના સંકેત રશીયાના પુટીન દ્વારા ન્યુક્લિયર શસ્ત્રો બેલારૂસ મોકલવામાં આવ્યાના સમાચારે આ દિશામાં કોઈ ડેવલપમેન્ટ આગામી દિવસોમાં વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધારી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.