Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૯.૦૬.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨૪૮૪.૬૪ સામે ૬૨૮૧૦.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૨૫૯૪.૭૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૭.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૬૨૫.૩૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૭૦૯.૯૫ સામે ૧૮૭૨૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૬૧૮.૩૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૧.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૮.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૬૩૧.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સતત બીજા સેશનમાં સ્થનિક શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૨૨૩ પોઈન્ટ્સ ઘટીને જ્યારે નિફ્ટી ૧૮૬૫૦ની નીચે બંધ રહ્યો હતો. શુક્રવારે વૈશ્વિક બજારોથી અલગ ચીલો ચાતરતા ઘરેલૂ શેરબજાર નીચે ગેપમાં ખુલ્યું હતું.ગુરુવારે અમેરિકાના શેરબજારોમાં તેજી જોવા મળી હતી.ટેકનોલોજી શેરોમાં ભારે લેવાલીથી અમેરિકન માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે જાપાન, ચીન અને ઓસ્ટ્રેલિયાના બજારો ઉપરમાં ખુલ્યા હતા. જોકે ભારતીય બજારમાં શુક્રવારે પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૨.૧૨%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ, લાર્સન એન્ડ ટુબ્રો, પાવરગ્રીડ,ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, ટાટા મોટર્સ અને એનટીપીસીનો સમાવેશ થાય છે. BSE સેન્સેક્સ પેકમાં આજે ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૧.૯૮% નો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એસબીઆઈ, હિન્દુસ્તાન યૂનિલિવર, એચસીએલ ટેકનો, ઈન્ફોસિસ, આઈટીસી અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૨.૦૩% નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક, પાવરગ્રીડ, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ હિરો મોટોકોર્પના શેરમાં ૨.૧૯%નો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી લાઈફ, ડિવિસ લેબ, આઈશર મોટર્સ અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૦૧ અને વધનારની સંખ્યા ૧૭૩૫ રહી હતી,૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૩% અને ૦.૦૨% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો વૈશ્વિક બજારો માટે આ પોઝિટીવ બની રહી આગામી સપ્તાહમાં સેન્ટીમેન્ટ તેજીનું બની રહેવાની પૂરી શકયતા છે. સ્થાનિક સ્તરે ભારતમાં માર્ચ ૨૦૨૩ના અંતના જીડીપી વૃદ્વિના પ્રોત્સાહક આંક સાથે મે માસના મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંક પણ વધીને ૩૧ મહિનાની ઊંચી સપાટીએ આવ્યા, ઉપરાંત જીએસટી એક્ત્રિકરણમાં સતત વૃદ્વિને લઈ અનેક પોઝિટીવ પરિબળો સર્જાયા છે. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન અનેક કંપનીઓના પ્રોત્સાહક પરિણામો સાથે પૂરી થવાની તૈયારીમાં છે. મે માસમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની અંદાજીત રૂ.૪૪,૬૦૦ કરોડથી વધુ ચોખ્ખી ખરીદી બાદ હવે જૂન મહિનામાં લોકલ ફંડોની શેરોમાં નેટ ખરીદી થવા લાગી છે, આમ ફોરેન ફંડો બાદ લોકલ ફંડોએ બજારના તેજીના ચક્રને ગતિમાન રાખ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field