રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૫.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૫૪૭.૧૧ સામે ૬૨૭૫૯.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૭૫૧.૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૧.૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૦.૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૭૮૭.૪૭ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૬૩૫.૯૫ સામે ૧૮૭૦૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૬૭૬.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૦.૭૦ પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૬૯૬.૬૫ પોઈન્ટ આસપાસ ઘટાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં આજે ઓટો શેરની આગેવાનીમાં તેજી જોવા મળી હતી. યુએસ જોબ ડેટા આવ્યા બાદ અમેરિકા વ્યાજદર વધારા પર બ્રેક મારશે તેવી શક્યતાથી એશિયા સહિતના બજારોમાં તેની પોઝિટિવ અસર જોવા મળી હતી. આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 4%ની તેજી જોવા મળી હતી.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૩.૮૧% ટકા નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, રિલાયન્સ, મારુતિ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને સન ફાર્માનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે એશિયન પેઈન્ટ્સના શેરોમાં સૌથી વધુ ૧.૦૯% નો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યૂનિલિવર, કોટક બેન્ક, ટીસીએસ અને આઈટીસીનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૩.૯૯% નો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને ગ્રાસિમનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ડિવિસ લેબના શેરમાં ૨.૦૯% નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, હિરો મોટોકોર્પ અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૮ અને વધનારની સંખ્યા ૨૧૬૦ રહી હતી,૧૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૨૯% અને ૦.૫૧% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો અમેરિકામાં આખરે અપેક્ષા મુજબ ડેટ સીલિંગને વધારવાના બિલને મંજૂરી મળી જતાં અમેરિકાની સાથે વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક બજારો પરની ઘાત ટળી છે. અમેરિકામાં ડેટ સીલિંગ વધવા સાથે વધુ પોઝિટીવ સમાચાર મે ૨૦૨૩ મહિનાના રોજગારીમાં ૩,૩૯,૦૦૦ વૃદ્વિના આવતાં અમેરિકી શેર બજારોમાં સપ્તાહના અંતે ડાઉ જોન્સ ૭૦૧ પોઈન્ટ, નાસ્દાકમાં ૧૪૦ પોઈન્ટની મોટી તેજીના ફૂંફાળા આવ્યા છે. વૈશ્વિક બજારો માટે આ પોઝિટીવ બની રહી આગામી સપ્તાહમાં સેન્ટીમેન્ટ તેજીનું બની રહેવાની પૂરી શકયતા છે. ઘર આંગણે ભારતમાં માર્ચ ૨૦૨૩ના અંતના જીડીપી વૃદ્વિના પ્રોત્સાહક આંક સાથે મે મહિનાના મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંક પણ વધીને ૩૧ મહિનાની ઊંચી સપાટીએ આવ્યા, ઉપરાંત જીએસટી એક્ત્રિકરણમાં સતત વૃદ્વિને લઈ અનેક પોઝિટીવ પરિબળો સર્જાયા છે. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન અનેક કંપનીઓના પ્રોત્સાહક પરિણામો સાથે પૂરી થવાની તૈયારીમાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.