રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૫.૨૦૨૩ ના રોજ…
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨૯૬૯.૧૩ સામે ૬૨૮૩૯.૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૨૪૦૧.૦૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૫.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૬.૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૬૨૨.૨૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૭૧૩.૦૦ સામે ૧૮૬૮૦.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૫૬૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૪.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૩.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૬૨૯.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક શેરબજારમાં નબળા સંકેતો વચ્ચે બુધવારે સ્થાનિક શેરબજારો ઘટાડા સાતે ખૂલ્યા હતાં. ચીનના મેન્યુફેક્ચરિંગ આંકડાઓ નબળા રહેતાં એશિયન બજારોમાં ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. અદાણી ટોટલ શેરના ભાવમાં શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ૪% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા ચૂકવણીમાં ડિફોલ્ટ થવાની કગાર પર આવી ગયું હોઈ ડેટ સીલિંગ વધારવી સરકાર માટે અનિવાર્ય હોવા છતાં આ મામલે મંજૂરી મેળવવામાં બાયડેન સરકાર અત્યારે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યા હોવા સાથે ચાઈના માટે નવા આર્થિક પડકારોના પરિણામે અને ક્રુડ ઓઈલમાં સપ્લાય કાપના કારણે અને અમરિકાના વ્યુહાત્મક રિઝર્વ વધારવાના નિર્ણયે ભાવ વધી આવતાં વૈશ્વિક મંદી વકરવાના ભયને લઈ વિશ્વ બજારમાં ઈન્ડસ્ટ્રીયલ મેટલોના ભાવોમાં કડાકા સાથે વૈશ્વિક શેરબજારોનું સેન્ટીમેન્ટ પણ વધુ ડહોળાયું હતું.
યુ.કે.માં ફુગાવો અપેક્ષાથી વધુ વધીને આવતાં યુરોપના દેશોના બજારોમાં ધોવાણ થયું હતું. વૈશ્વિક બજારોની સાથે અંતના કોર્પોરેટ પરિણામો નિરાશ કરતાં ભારતીય શેરબજારમાં પણ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ નીકળતાં ઈન્ડેક્સ બેઝડ બજાર ફરી નરમાઈ તરફી થઈ ગયું હતું. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, રિયલ્ટી, ટેક, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, આઈટી, કેપિટલ ગુડ્સ, સર્વિસીસ, એફએમસીજી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૬ અને વધનારની સંખ્યા ૧૭૧૭ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકા દેવાની મર્યાદા વધારવાના મામલે અત્યારે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે, જેના પરિણામે વૈશ્વિક બજારોમાં સાવચેતી છે, ચાઈનાની ઔદ્યોગિક અને આર્થિક વૃદ્વિ ફરી મંદ પડવા લાગતાં અને જર્મની મંદીમાં સરી પડયું હોવાના આંકડાના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મંદી સાથે ફુગાવાના પડકારાને લઈ ચિંતા વધી છે. અમેરિકામાં સપ્તાહના અંતે ફુગાવો વધી આવતાં જૂનમાં ફરી વ્યાજ દરમાં વધારો થવાની શકયતા વધી છે. જ્યારે આ અનિશ્ચિતતાઓ, પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્ર ઝડપી વિકાસના પંથે આગળ વધી રહ્યાના અને આગામી વર્ષોમાં પણ આ વૃદ્વિ જળવાઈ રહેવાની અપેક્ષાએ ફોરેન ફંડોનું રોકાણ આકર્ષણ વધી રહ્યું છે.
કોર્પોરેટ પરિણામો માર્ચના અંતના અપેક્ષાથી અનેક કંપનીઓના સારા જાહેર થઈ રહ્યા હોઈ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. હવે જાહેર થનારા જીડીપી વૃદ્વિના આંક, મેન્યુફેકચરીંગ, સર્વિસિઝ પીએમઆઈ આંક, ઓટો કંપનીઓના વાહનોના મે મહિનાના વેચાણ આંક પર નજર સાથે અલનીનો અસર છતાં ભારતમાં ચોમાસું સામાન્ય સારૂ રહેવાના અંદાજો સહિતના પોઝિટીવ પરિબળો વચ્ચે જો અમેરિકાનું ડેટ સીલિંગ વધારવાનું કોકડું છેલ્લી ઘડીએ ઉકેલાઈ જવાના સંજોગોમાં -તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની શકયતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.