રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૯.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૮૭૨.૬૨ સામે ૬૧૯૮૫.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૯૧૧.૬૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૨૯.૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૫૦૧.૬૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૪૨૦.૨૫ સામે ૧૮૪૪૦.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૪૧૯.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૩.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૫૭૩.૩૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાલુ ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.અમેરિકામાં ઋણ મર્યાદા વધારવા સંમતિ મળવાની આશા સાથે વૈશ્વિક સ્તરે શેરબજારોમાં નવી લેવાલી શરુ થઈ હતી.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૩.૩૨% નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાઈટન, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એચડીએફસી, અલ્ટ્રાકેમ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક અને એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે એચસીએલ ટેકનોના શેરોમાં સૌથી વધુ ૦.૯૭% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, મારુતિ, સનફાર્મા, વિપ્રો, ટીસીએસ અને આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૩.૩૭%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાઈટન, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાકેમ્કોનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ઓએનજીસીના શેરમાં ૨.૯૦%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ડિવિસ લેબ, પાવરગ્રીડ, એચસીએલ ટેકનો, મારુતિનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૧ અને વધનારની સંખ્યા ૧૯૬૭ રહી હતી,૧૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૧%અને ૦.૩૦% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો વૈશ્વિક બજારોમાં નરમાઈથી વિપરીત ભારતીય શેર બજારો મજબૂતી સાથે ઐતિહાસિક ઊંચાઈ તરફ આગળ વધી રહ્યા છે.અમેરિકા દેવાની મર્યાદા વધારવાના મામલે અત્યારે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે, જેના પરિણામે વૈશ્વિક બજારોમાં સાવચેતી છે,ચાઈનાની ઔદ્યોગિક અને આર્થિક વૃદ્વિ ફરી મંદ પડવા લાગતાં અને જર્મની મંદીમાં સરી પડયું હોવાના આંકડાના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મંદી સાથે ફુગાવાના પડકારાને લઈ ચિંતા વધી છે.અમેરિકામાં સપ્તાહના અંતે ફુગાવો વધી આવતાં જૂનમાં ફરી વ્યાજ દરમાં વધારો થવાની શકયતા વધી છે.જ્યારે આ અનિશ્ચિતતાઓ, પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્ર ઝડપી વિકાસના પંથે આગળ વધી રહ્યાના અને આગામી વર્ષોમાં પણ આ વૃદ્વિ જળવાઈ રહેવાની અપેક્ષાએ ફોરેન ફંડોનું રોકાણ આકર્ષણ વધી રહ્યું છે.કોર્પોરેટ પરિણામો માર્ચના અંતના અપેક્ષાથી અનેક કંપનીઓના સારા જાહેર થઈ રહ્યા હોઈ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.