Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૧.૦૬.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૩૩૨૭.૭૦ સામે ૬૩૪૬૭.૪૬  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૩૩૧૫.૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૨.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૫.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩૫૨૩.૧૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૮૬૪.૭૦ સામે ૧૮૮૭૨.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૮૨૮.૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૦.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨.૦૫  પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૮૯૬.૭૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

બુધવારે સ્થનિક શેરબજાર સાર્વત્રિક લેવાલીથી ઈન્ટ્રા ડેમાં નવી ટોચ રચ્યા બાદ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. શેરબજારે નવો ઓલટાઈમ હાઈ બનાવ્યો છે.બીએસઈ સેન્સેક્સે ઈન્ટ્રા-ડેમાં ૬૩૫૮૮.૩૧ ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યો બાદ ૧૯૫ જ્યારે હવે બજારમાં નિફ્ટીના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શવાની રાહ જોવાઈ રહી છે. નિફ્ટી ૧૮૮૮૦ની ઉપર બંધ રહ્યો હતો.ગઈકાલે છેલ્લા કલાકમાં જોવા મળેલી લેવાલી પણ બજારમા ટકી રહી હતી.જોકે, બુધવારે સવારે એશિયાના બજારોમાં જાપાનના બજારમાં શરૂઆતની લોસ બાદ શેરબજારમાં રિકવરી જોવા મળી રહી છે. ભારતીય બજાર દેશના સંસ્થાગત રોકાણકારોની ખરીદીના સહારે વૈશ્વિક બજારની ચાલથી વિપરીત દેખાવ કરી રહ્યું છે.પણ ભારતીય બજારમાં મજબૂત શરુઆત થઈ હતી.ભારતીય શેરબજાર હાલમાં દેશના મજબૂત ફંડામેન્ટલ્સ પર ચાલી રહ્યું છે.અમેરિકાના બજારોમાં ગઈકાલના ઘટાડા છતાં ઘરઆગંણે શેરબજારમાં ભારે લેવાલી ટકી રહી હતી.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૩.૭૦%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચચડીએફસી, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો અને રિલાયન્સનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૧.૩૦% ઘટ્યા હતા. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, મારુતિ, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૩.૭૮%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેન્ક અને એચડીએફસીનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ જેએસડબલ્યૂ સ્ટીલના શેરમાં ૧.૯૩%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિન્દાલ્કો, ડિવિસ લેબ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને આઈટીસીનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૬ અને વધનારની સંખ્યા ૧૭૬૦ રહી હતી,૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.બીએસઈ પર તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૬૮% અને ૦.૨૪%વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો, ચાઈના સાથે ઘર્ષણ ઘટાડવા અમેરિકાના બ્લિન્કિનની ચાઈના મુલાકાત સામે હજુ રશીયા-યુક્રેન મામલે ફરી ઉકળાટ વધવાના સંકેત રશીયાના પુટીન દ્વારા ન્યુક્લિયર શસ્ત્રો બેલારૂસ મોકલવામાં આવ્યાના સમાચારે આ દિશામાં કોઈ ડેવલપમેન્ટ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધારી શકે છે. ઘર આંગણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત થઈ રહેલી ખરીદીના જોરે સેન્સેક્સ અને નિફટી નવી વિક્રમી ઊંચાઈએ બંધ આવ્યા છે. શેરોમાં રી-રેટીંગ સાથે ફંડોનું વેલ્યુબાઈંગ વધતું જોવાયું છે.આગામી દિવસોમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ  પોવેલની ક્રોંગ્રેસ સમક્ષ સેમી-એન્યુઅલ ટેસ્ટીમનીને ધ્યાનમાં લેતાં વૈશ્વિક બજારોના ટ્રેન્ડ પર નજર સાથે ચાઈના દ્વારા એક અને પાંચ વર્ષ માટેના લોનના પ્રાઈમ દર જાહેર થનાર હોવા પર નજર અને જાપાનના મે મહિનાના ફુગાવાના આંક ૨૩,જૂનના જાહેર થવા પર નજર રહેશે.આ સિવાય ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ પર નજર અને ઘર આંગણે ચોમાસાની પ્રગતિ પર નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field