રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૩.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૭૨૪.૭૧ સામે ૬૨૭૭૯.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૭૭૭.૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૦.૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૮.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩૧૪૩.૧૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૬૮૩.૦૦ સામે ૧૮૭૩૫.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૭૨૧.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૩.૮૫ પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૭૭૬.૮૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મંગળવારે સ્થનિક શેરબજારમાં સાર્વત્રિક લેવાલીથી સતત બીજા સેશનમાં તેજી આગળ વધી હતી. વૈશ્વિક બજારોમાંથી પોઝિટિવ સંકેત મળ્યા હોવાને કારણે ભારતીય બજારમાં પણ તેજી તરફી ચાલ જોવા મળી હતી. ગઈકાલે અમેરિકાના બજારોમાં રેલી જોવા મળી હતી અને એશિયાના બજારો પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સાર્વત્રિક લેવાલીથી બીએસઈ સેન્સેક્સ રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા, ટેલીકોમ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, આઈટી, ટેકનો, ઓઈલ-ગેસ શેરોમાં આજે ભારે લેવાલીથી બીએસઈ સેન્સેક્સ ૪૧૮ પોઈન્ટ્સ વધીને જ્યારે નિફ્ટી ૧૮૭૦૦ની ઉપર બંધ રહ્યો હતો. બજારનો અંડરટોન ખુબ જ મજબૂત જણાતો હતો ,તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ આઈટીસીના શેરોમાં સૌથી વધુ ૧.૯૨% નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાઈટન, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, રિલાયન્સ, એક્સિસ બેન્ક, હિન્દુસ્તાન યૂનિલિવર અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે કોટક બેન્કના શેરોમાં સૌથી વધુ ૧.૨૫%નો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, એસબીઆઈ અને મારુતિનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ટાટા કન્ઝ્યૂમરના શેરોમાં સૌથી વધુ ૩.૩૨%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સિપ્લા, એશિયન પેઈન્ટસ, ટાઈટન અને આઈટીસીનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ કોટક બેન્કના શેરમાં ૧.૨૮%નો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, એચસીએલ ટેકનો, અદાણી પોર્ટ અને મહિન્દ્રા એન્ડ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૯ અને વધનારની સંખ્યા ૨૧૧૭ રહી હતી,૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૧૭% અને ૦.૮૨% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો યુ.એસ. ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઈંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન અને યુરોપીય સેન્ટ્રલ બેંક-ઈસીબીની મળનારી મીટિંગમાં લેવાનારા વ્યાજ દરના નિર્ણયો પર નજર અને ભારતમાં કેરળ પહોંચી ગયેલા ચોમાસાની દેશના અન્ય ભાગોમાં પ્રગતિ પર નજર અને ૧૪,જૂનના હોલસેલ ફુગાવાના મે મહિનાના જાહેર થનારા આંક અને ચાઈનાના મે મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના જાહેર થનારા આંક પર નજર વચ્ચે સેન્સેક્સ અને નિફટી સ્પોટ વચ્ચે અફડાતફડી શકયતા રહેશે.વૈશ્વિક મોરચે ફરી આર્થિક વૃદ્વિ મામલે ફરી અનિશ્ચિતતા પ્રવર્તવા લાગી છે. કેનેડા દ્વારા વ્યાજ દરમાં વધારો કરાયા સાથે હવે યુ.એસ. ફેડરલ રિઝર્વની આગામી દિવસોમાં મળનારી ૧૩-૧૪ જૂનના મીટિંગમાં વ્યાજ દરમાં વધારો થશે કે એની અનિશ્ચિતતા અને ચાઈનામાં ફરી ડિફલેશનનું જોખમ હોવાના અને રિકવરીને વેગ આપવા વ્યાજ દરમાં ઘટાડો કરવો જરૂરી હોવાની સલાહને લઈ વૈશ્વિક બજારોમાં પણ અસ્થિરતા પ્રવર્તિ રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.