રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૨.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૬૨૫.૬૩ સામે ૬૨૬૫૯.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૬૧૫.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૯.૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૭૨૪.૭૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૬૩૧.૫૫ સામે ૧૮૬૪૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૬૨૪.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૧.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧.૪૫ પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૬૮૩.૦૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સોમવારે આઈટી અને ટેકનો શેરોની આગેવાનીમાં સ્થનિક શેરબજાર વધીને બંધ રહ્યું હતું. ચાલુ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ સેશનમાં વૈશ્વિક રાહે સ્થનિક શેરબજાર અપેક્ષા અનુસાર ઉપરમાં ખુલ્યું હતું.શુક્રવારે અમેરિકાના શેરબજારોમાં તેજી જોવા મળી હતી.એશિયાના બજારોમાં પણ પોઝિટિવ વલણ જોવા મળ્યું હતું. રોકાણકારોની નજર હાલમાં યૂએસ ફેડના પોલિસી અંગેના નિર્ણય પર તેમજ અન્ય મેક્રો ડેટા પર મંડાયેલી છે.સુઝલોન એનર્જીના શેર્સ ૧૦% જ્યારે એચસીએલ ટેકનોના શેર ૩% વધીને બંધ રહ્યા હતા.
BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ એચસીએલ ટેકનોના શેરોમાં સૌથી વધુ ૨.૫૮% નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૧.૨૫% નો ઘટાડો નોંધાયો હતો.આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન, મારુતિ, એચડીએફસી બેન્ક અને વિપ્નોનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ બીપીસીએલના શેરોમાં સૌથી વધુ ૩.૩૨%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ, ઈન્ફોસિસ, એનટીપીસી અને અદાણી એન્ટરપ્રાઈઝિસનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ પાવરગ્રીડના શેરમાં ૧.૨૯%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, સિપ્લા, મારુતિ અને ટાઈટનનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૪ અને વધનારની સંખ્યા ૨૧૫૮ રહી હતી,૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૫૪% અને ૦.૭૨%વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો વૈશ્વિક મોરચે ફરી આર્થિક વૃદ્વિ મામલે ફરી અનિશ્ચિતતા પ્રવર્તવા લાગી છે. કેનેડા દ્વારા વ્યાજ દરમાં વધારો કરાયા સાથે હવે યુ.એસ. ફેડરલ રિઝર્વની આગામી દિવસોમાં મળનારી ૧૩-૧૪ જૂનના મીટિંગમાં વ્યાજ દરમાં વધારો થશે કે એની અનિશ્ચિતતા અને ચાઈનામાં ફરી ડિફલેશનનું જોખમ હોવાના અને રિકવરીને વેગ આપવા વ્યાજ દરમાં ઘટાડો કરવો જરૂરી હોવાની સલાહને લઈ વૈશ્વિક બજારોમાં પણ અસ્થિરતા પ્રવર્તિ રહી છે.યુ.એસ. ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઈંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન અને યુરોપીય સેન્ટ્રલ બેંક-ઈસીબીની મળનારી મીટિંગમાં લેવાનારા વ્યાજ દરના નિર્ણયો પર નજર અને ભારતમાં કેરળ પહોંચી ગયેલા ચોમાસાની દેશના અન્ય ભાગોમાં પ્રગતિ પર નજર અને ૧૪,જૂનના હોલસેલ ફુગાવાના મે મહિનાના જાહેર થનારા આંક અને ચાઈનાના મે મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના જાહેર થનારા આંક પર નજર વચ્ચે સેન્સેક્સ અને નિફટી સ્પોટ વચ્ચે અફડાતફડી શકયતા રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.