Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૮૬૭૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૮૬૭૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૭.૦૬.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૯૭૦.૦૦ સામે ૬૩૧૫૧.૮૫  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૩૦૫૪.૮૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૬.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૬.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩૪૧૬.૦૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૭૧૭.૨૦ સામે ૧૮૭૪૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૭૩૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૪.૦૦  પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૮૧૧.૨૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સ્થાનિક શેરબજારમાં ચોતરફી લેવાલીથી તેજી જોવા મળી હતી.એચડીએફસી ટ્વિનની આગેવાની હેઠળ બીએસઈ સેન્સેક્સ ૪૪૬ પોઈન્ટ્સ વધીને જ્યારે નિફ્ટી ૧૮૮૦૦ની ઉપર બંધ રહ્યો હતો.એસબીઆઈ, એચડીએફસી ટ્વિન, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ અને ઈન્ફોસિસ જેવા મુખ્ય શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. વૈશ્વિક અનિશ્ચિતતા અને આર્થિક મંદીના ભય વચ્ચે સોમવારે અમેરિકાના બજારોમાં મંદી જોવા મળી હતી.મંગળવારે એશિયાના બજારો પણ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.બજારમાં તેજી આવતા પહેલાં કન્સોલિડેશનની વાતો કરી રહ્યા છે પરંતુ, મંગળવારે ભારતીય બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી.સવારે શેરબજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. ચોમાસાની સ્થિતિ અનુસાર શેરબજારમાં ઓટો અને એફએમસીજી શેરો ફોકસમાં રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ એસબીઆઈ શેરોમાં સૌથી વધુ ૧.૮૭% નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, એનટીપીસી અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે મારુતિના શેરો સૌથી વધુ ૦.૨૮%ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, હિન્દુસ્તાન યૂનિલિવર અને આઈટીસીનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ એચડીએફસી લાઈફના શેરોમાં સૌથી વધુ ૫.૦૪%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અપોલો હોસ્પિટલ, જેએસડબલ્યૂ સ્ટીલ, એસબીઆઈ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ સિપ્લાના શેરમાં ૧.૩૧%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યૂમર, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને યૂપીએલનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૦ અને વધનારની સંખ્યા ૨૦૨૧ રહી હતી,૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૮% અને ૦.૬૧% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો,ફુગાવાના પડકાર સાથે ફરી જીઓપોલિટીકલ ટેન્શને માથું ઉંચકી યુક્રેન-રશિયા યુદ્વ વચ્ચે રશીયામાં બળવા સાથે સત્તાપલટાના પ્રયાસના અહેવાલો આગામી સમય  અનિશ્ચિતતા સાથે શક્ય છે મોટી ઉથલપાથલનો નીવડી શકે છે. આ સાથે યુરોપમાં ફરી મંદીના વાદળો ઘેરાતાં સપ્તાહના અંતે અમેરિકી શેર બજારો સહિતમાં પીછેહઠ જોવાઈ છે. યુરોપ સાથે ચાઈના પણ આર્થિક પડકારોનો સામનો સતત કરી રહ્યું હોઈ સ્ટીમ્યુલસનો માર્ગ અપનાવ્યા છતાં સ્ટીમ્યુલસ કેટલું કારગત નીવડશે એની અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યું હોઈ વૈશ્વિક આર્થિક મંદી વકરવાનો ભય ઊભો થયો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની ઐતિહાસિક સિદ્વિ અને બન્ને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધવાના પોઝિટીવ ડેવલપમેન્ટને જોતાં આગામી દિવસોમાં ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોનો રોકાણ પ્રવાહ મોટાપાયે વધતો જોવાઈ શકે છે. ચોમાસામાં પખવાડિયાનો વિલંબ થયા છતાં દેશના અનેક ભાગોમાં વરસાદની સારી શરૂઆત થતાં લોકલ ફંડોની ઈન્ડેક્સ બેઝડ ઘટાડે વેચવાલી અટકી કવરિંગ થતા ખરીદી જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field